મોરબી જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપર ખાતે આગામી તારીખ ૨૦/૧૨/૨૦૨૪ ના રોજ સવારના ૦૯:૦૦ કલાકથી બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે. આ સમગ્ર આયોજન આરોગ્ય શાખા- જિલ્લા પંચાયત મોરબી, GMERS મેડીકલ કોલેજ- મોરબી અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર- રાજપરના સહયોગથી કરવામાં આવ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે કોઇપણ તંદુરસ્ત વ્યક્તિ કે જે ૧૮ થી ૬૫ વર્ષના વયજૂથમાં સમાવિષ્ટ હોય તેઓ રકતદાન કરી શકે છે. તેમનું ઓછામાં ઓછું વજન ૪૫ કિ.ગ્રા. ની આસપાસ હોવું જોઈએ. હિમોગ્લોબીનનું પ્રમાણ ૧૨.૫ g/dl થી વધારે હોય તે આવશ્યક છે. તેમજ તંદુરસ્ત વ્યક્તિ દર ત્રણ મહિને રક્તદાન કરી શકે છે.
આ સેવાકાર્યને સફળ બનાવવા માટે જિલ્લા વિકાસ અધિકારી , મોરબી અને મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પંચાયત- મોરબી દ્વારા જિલ્લાના તમામ નાગરિકોને અનુરોધ કરવામાં આવ્યો છે.