11 વર્ષ બાદ યોજાયેલ ચૂંટણીમાં પ્રથમ નંબરે, વેસ્ટર્ન મઝદૂર સંઘ યુનિયનના એકચક્રી પ્રભાવનો સૂર્યાસ્ત
રેલવેના યુનિયનની માન્યતા માટે યોજાયેલી રાષ્ટ્રવ્યાપી ચૂંટણીમાં રાજકોટ ડિવિઝનમાં વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર કર્મચારીઓએ વિજયની મહોર મારી છે. સૌથી કર્મચારીઓની લોકચાહના મેળવી વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનને સૌથી વધુ મત સાથે વિજયી બનાવ્યુ છે. ૧૧ વર્ષ બાદ યોજાયેલી ચૂંટણીમાં મોટુ પરિવર્તન આવ્યુ છે. કર્મચારીઓએ ૧૭૪૧ મત આપી વેસ્ટર્ન રેલવે એમ્પલોઈઝ યુનિયનને સર્વોચ્ચ ચુનિયન તરીકે પસંદ કર્યુ છે.
વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનના ઝોનલ સેક્રેટરી (દિલ્હી) નિખિલ જોશી, મંડલ સચિવ મયુર ગઢવી, મંડલ અધ્યક્ષ જીતેન્દ્ર સતાપરા, બ્રાન્ચ સચિવ અને જેસી બેન્કના ડાયરેકટર ઘનશ્યામસિંહ જાડેજાએ તમામ કર્મચારી મિત્રોનો વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયન ઉપર મૂકેલા વિશ્વાસ બદલ આભાર માન્યો હતો. તેમણે જણાવ્યુ હતું કે તમામ નાના મોટા કર્મચારીને કોઈ પણ જાતના ભેદભાવ વગર તેમના પ્રશ્નોમાં હંમેશા સહાયક બનશે. તેમજ રેલવે મેનેજમેન્ટ અને કર્મચારી ગણ વચ્ચે આ સંગઠન નિષ્ઠાપૂર્વક હકારાત્મક વલણ રાખી સેતુબંધનું કામ કરશે.
અત્રે એ યાદ આપવું જરૂરી છે કે ૧૧ વર્ષ બાદ રેલવે યુનિયનની ચૂંટણી યોજાઇ તેમાં કુલ ૬ સંગઠને ચૂંટણીમા જંપલાવ્યુ હતું. કર્મચારીઓ પરિવર્તન ઇચ્છીને હરિફ સંગઠન વેસ્ટર્ન રેલવે એમ્પલોઇઝ યુનિયનને સૌથી વધુ મત આપી પ્રથમ નંબરે વિજેતા બનાવ્યુ છે. (રિપોર્ટ : અજય કાંજીયા, વાંકાનેર)