છાપાની સાડી !! માત્ર ચાર કલાકમાં બનાવી !!

પાર્વતી નામની એક આર્ટ એન્ડ ક્રાફટ એકસપર્ટ મહિલાએ સોશ્યલ મીડિયા પર ન્યુઝપેપરની સાડી બનાવીને તરખાટ મચાવી દીધી છે. વાત એમ હતી કે પાર્વતીએ એક સાડીની દુકાને ન્યુઝપેપર પ્રિન્ટવાળી સાડી જોઇ. તેને થયું કે આવી સાડી ખરીદવાને બદલે ઘરે જ રિયલ ન્યુઝપેપરમાંથી જ સાડી આરામથી બનાવીએ તો કેવું?

તેણે કમર કસી, સ્થાનિક ન્યુઝપેપર્સને ગુંદરથી ચીપકાવીને એમાંથી સાડી બનાવી, પાટલીઓ પાડી અને છેડો પણ સાઉથ ઇન્ડિયન સ્ટાઇલમાં પાછળ લીધો. કાગળમાંથી જ તેણે ટયુબ બ્લાઉઝ બનાવ્યું અને પહેરી લીધી.

આ સાડી અને બ્લાઉઝ તેણે માત્ર ચાર કલાકમાં બનાવી લીધા. સોશ્યલ મીડિયા પર આ વિડીયોને પચીસ લાખથી વધુ લોકોએ જોઇને ઇકો-ફ્રેન્ડલી ઓપ્શન  ક્રીએટ કરવા બદલ વખાણ્યો છે.

error: Content is protected !!
Exit mobile version