Friday, January 17, 2025
HomeFeatureમોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘરનાં નિર્માણના લાભાર્થે લોકડાયરાનું ભવ્ય આયોજન

મોરબીમાં કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા નંદી ઘરનાં નિર્માણના લાભાર્થે લોકડાયરાનું ભવ્ય આયોજન

તા.21મીએ કલાકાર કિર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહિતના કલા વૃંદ શ્રોતાઓને ડોલાવશે

મોરબીના કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા મોરબીમાં રસ્તે રખડતા નંદીઓ માટે એક ભવ્ય નંદી ઘર બનાવવાની જાહેરાત અગાઉ કરવામાં આવી હતી. તેના ભાગરૂપે વિશાળ નંદી ઘર માટે જમીન લેવાના ખર્ચ માટે ભંડોળ ઉભુ કરવાના હેતુથી ભવ્ય લોકડાયરાનું તા.21-12-2024 શનિવારના રોજ સ્થળ રામેશ્ર્વર ફાર્મ, ન્યુ એરા સ્કુલની બાજુમાં, રવાપર ઘુનડા રોડ, મોરબી ખાતે આયોજન કરવામાં આવ્યું છે.

 જેમાં દેશ વિદેશમાં ખ્યાતી પ્રાપ્ત કલાકાર કીર્તીદાન ગઢવી, રાજભા ગઢવી, મીલન પટેલ સહિતના કલાકારો પોતાની કલા દ્વારા લોકોને મંત્રમુગ્ધ કરશે. જીવદયાપ્રેમી મીત્રોને ડાયરામાં પધારવા માટે કર્તવ્ય જીવદયા કેન્દ્ર મોરબી દ્વારા જાહેર આમંત્રણ પાઠવવામાં આવ્યું છે. સાથમાં જ કર્તવ્ય સેન્ટરની હોસ્પીટલ (ઓપરેશન થીયેટર)નું પણ તા.22-12-2024, રવિવારના રોજ શરૂઆત કરવામાં આવશે.

 અત્રે ઉલ્લેખનીય છે કે મોરબીના રવાપર ઘુનડા રોડ 6 વર્ષ પહેલા 50 જીવદયાપ્રેમી યુવાનો દ્વારા મોરબીમાં ઘુનડા રોડ ઉપર ફકત પક્ષીઓ માટે એક પીંજરૂ બનાવવાના શુભ વિચારથી કર્તવ્ય જીવદયા કેન્દ્ર બનાવવાનો વિચાર કર્યો હતો. મોરબીના જીવદયા પ્રેમીઓનો આર્થીક અને શારીરીક સહકારથી આજે કર્તવ્યા જીવદયા કેન્દ્રના 6 વર્ષ પૂર્ણ થયા છે.

 છેલ્લા 6 વર્ષમાં કરેલ જીવદયા પ્રવૃતિઓની વાત કરીએ તો, અંદાજિત 50,000થી વધુ ઘાયલ પશુ પક્ષીઓની સારવાર અંદાજીત 2000થી વધુ સર્પની બચાવ કામગીરી,ગાય, શ્ર્વાન, અને પક્ષીઓ માટે પાણી પીવાના કુંડા, ચકલીના માળા વિનામૂલ્યે વિતરણ, કૂવા તથા અન્ય જગ્યાએ ફસાયલા પ્રાણીઓની 100થી વધુ રેસ્કયુની કામગીરી, ઘાયલ પક્ષીઓની તાત્કાલિક સારવાર, ચોમાસા દરમ્યાન વિવિધ પ્રકારના રોપાનું વિનામૂલ્યે વિતરણ સહિતની અનેક સેવાકીય પ્રવૃતિઓ કર્તવ્ય જીવદયા કેન્દ્ર દ્વારા કરવામાં આવે છે. કર્તવ્ય જીવદયા કેન્દ્ર સંસ્થામાં 1 મુખ્ય વેટનરી ડોકટર તથા અન્ય 4 ડોકટરો સહિત 20 જીવદયા પ્રેમી કાર્યકર્તાઓ ફરજ ઉપર કાર્યરત છે. કર્તવ્ય જીવદયા કેન્દ્રની રોજીંદા પ્રવૃતિઓ માટે 2 કેરટેકર છે અને સર્પની બચાવ કામગીરી માટે એકસપર્ટ સ્નેક રેસ્કયુર પણ છે.

 કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં આશરે 500થી વધુ અબોલ પશુ-પક્ષીઓ ગાય, બળદ, વાછડા, કુતરા 80, કબૂતર 200, સસલા 150, બકરા 15, બીલાડીઓ વિગેરેનો સુંદર નિભાવ થઈ રહ્યો છે. બીનવારસી, અંધ, અપંગ, બીમાર, લૂલા, લંગડા માંદા પશુઓ સ્વીકારવામાં આવે છે.

 સંસ્થાનો અંદાજે દૈનિક ખર્મ 5 લાખ રૂપિયા જેવો થાય છે. સંસ્થાને કોઈ કાયમી ભંડાળ નથી કે કોઈ નિયમીત આવકનું સાધન નતી, સંસ્થા સંપૂર્ણપણે દાતાઓના શ્રીદાન પર નિર્ભર છે. પ્રવર્તમાન મોંઘવારીના સ્થિતિના હિસાબે, ગૌ સેવા જીવદયા પ્રવૃતિઓનો નિર્વાહ કરવો ખુબ મુશ્કેલ બન્યો છે.

કર્તવ્ય જીવદયા કેન્દ્રમાં અનુદાન આપવા માટે કર્તવ્ય જીવદયા કેન્દના વિશુભાઈ પટેલ (મો.75748 85747) દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.  મોરબીના રવાપર ઘુનડા રોડ કાતે આવેલ કર્તવ્ય જીવદયા કેન્દ્ર અંગેની વિશેષ માહિતી વિશુભાઈ પટેલ (મો.નં. 75748 85747) પર સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!