Friday, January 17, 2025
HomeFeatureમોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જિલ્લાના નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી સહિત 25 અધિકારીઓની આંતરિક બદલી

મોરબી જીલ્લામાં ભ્રષ્ટાચારે મજા મૂકી છે તેવું કહીએ તો તેમાં જરાપણ અતિશયોક્તિ નથી કેમ કે તાજેતરમાં હોટલના જુગાર કાંડમાં પોલીસે મોટો તોડ કર્યો હોવાની માહિતી સામે આવી ત્યાર બાદ પેટકોક ચોરી કૌભાંડ સામે આવ્યું જેથી કરીને પોલીસે બેડામાં મોટી ઊથલ પાથલ કરવામાં આવી હતી તેવી જ રીતે છેલ્લા થોડા મહિનાઓમાં બે તલાટી લાંચ લેતા એસીબીમાં પકડાયેલ હતા જેથી હવે કલેકટરે જીલ્લામાં બદલી માટેનો ઘાણો કાઢેલ છે જેમાં નાયબ મામલતદાર, ક્લાર્ક અને તલાટી મળીને કુલ 25 અધિકારીઓની બદલી કરવામાં આવી છે.

હાલમાં કલેક્ટર દ્વારા જે આધિકારીઓની બદલીઓ કરવામાં આવી છે તેમાં નાયબ મામલતદાર પી.એમ.અજાણીની ટંકારા, યુ.એસ.વાળાની વાંકાનેર, પી.બી.ગઢવીની વાંકાનેર, જે.એ.માથકિયાની વાંકાનેર, બી.એસ.પટેલની મોરબી કલેકટર કચેરી, આર.કે.સોલંકીની વાંકાનેર પ્રાંત, પી.એચ.પરમારની ટંકારા, એફ.એન.મોડની હળવદ, જી.વી.પઢીયરની હળવદ પ્રાંત, એમ.એચ. ત્રિવેદીની મોરબી એટીવીટી, આર.જી. હેરમાની વાંકાનેર પ્રાંત, વાય.પી.ગૌસ્વામીની મોરબી ગ્રામ્યમાં બદલી કરેલ છે.

જયારે ક્લાર્ક વી.બી.કંઝારીયાની મોરબી ગ્રામ્ય, આર.બી. પટેલની હળવદ, પી.એચ. જાડેજાની મોરબી કલેકટર કચેરી, આર.ડી.અલગોતરની મોરબી કલેકટર કચેરી, આર.બી.બાવરવાની મોરબી પ્રાંતમાં બદલી કરી છે અને મહેસુલી તલાટીમાં એલ.બી.સોઢીયાની જુના નાગડાવાસ, એમ.એમ.જોગરાજિયાની પંચાસિયા સેજો, પી.જી.ઝાલાની વાંકાનેર, એ.પી.જાડેજાની આમરણ સેજો, પી.ડી.જાનીની મોરબી, એમ.જે.સન્યારીની અરણીટીંબા, એમ.સી.ગોહિલની હડમતીયા અને વાય.એસ.ખેરની રાજાવડલા ખાતે બદલી કરી છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!