Friday, January 17, 2025
HomeFeatureગુજરાતની બહેન-દીકરીઓની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો, નહિ તો આવા...

ગુજરાતની બહેન-દીકરીઓની છેડતી કરતાં પહેલા સો વખત વિચાર કરજો, નહિ તો આવા હાલ થશે

ગુજરાતમાં આરોપીઓ માટે હમણાં કપરા દિવસો શરૂ થયા હોય તેમ લાગી રહ્યું છે. ગુનાખોરીની દુનિયાના શહેનશાઓ પોલીસની મહેમાનગતિ પછી પોતાની ચાલ બદલી રહ્યા છે. દોડતા-ભાગતા આરોપીઓ સરખી રીતે ચાલી પણ નથી શક્તા…સુરતનો એક વિધર્મી આરોપી રસ્તે નીકળતી દીકરીઓની છેડતી કરતો હતો. પરંતુ પોલીસે જ્યારે તેને પકડ્યો અને પછી જ્યારે તેનો વરઘોડો કાઢ્યો તો આરોપીની ચાલ-ચલગત બધુ જ બદલાયેલું જોવા મળ્યું. જુઓ વિધર્મી આરોપીને પોલીસે કરેલી સર્વિસનો આ અહેવાલ.

સુરતના ઉધના વિસ્તારમાં બાળકીઓની છેડતી કરનાર શખ્સનો પોલીસે વરઘોડો કાઢ્યો છે અને જાહેરમાં માફી મંગાવીને કાયદાનું ભાન કરાવ્યું,,જોઈ લો આ છેડતીખોર ચાલી પણ નથી શકતો,,પોલીસે આ છેડતીખોર નરાધમની બરોબર સર્વિસ કરતાં થરથર કાંપી રહ્યો છે,, ગુનો કરતા પહેલા આ દ્રશ્યો જોઈ લેજો કેમ કે પોલીસ સર્વિસ કરશે, વરઘોડો કાઢશે અને જાહેરમાં માફી પણ મંગાવશે. આ આરોપીએ ઉધના વિસ્તારમાં દીકરીઓની છેડતી કરતા ભયનો માહોલ ફેલાયો હતો. ગુનાને અંજામ આપીને ફરાર થયેલા આરોપીને શોધવા પોલીસે રાત દિવસ એક કર્યા હતા અને 700થી વધુ CCTV તપાસ્યા હતા.

રાજ્યની કોઈ દીકરીઓને છેડતી કરતાં પહેલા ગુનેગારો 100 વખત વિચાર કરજો… રસ્તે નીકળતી કોઈ દીકરીને હેરાન કરી તો ગુજરાત પોલીસ તમારી એવી દશા કરશે કે તમને મહિનાઓ સુધી તેની પીડા થશે. મામાના ઘરે એવી મહેમાનગતિ કરવામાં આવશે કે સરખી રીતે ચાલી પણ નહીં શકે. નૈમુદ્દીન ઉર્ફે રહેમાન નામનો આ વિધર્મી આરોપી સુરતમાં રસ્તા પરથી નીકળતી કોઈ પણ દીકરીને પકડી લેતો અને તેની સાથે ગંદી હરકત કરતો હતો. કોઈ પણ દીકરીને તે અડપલાં કરતો હતો. જેનો વીડિયો ખુબ જ વાયરલ થયા બાદ જ્યારે પોલીસે ભારે જહેમત બાદ પકડ્યો અને જોરદાર સર્વિસ કરી પછી નૈમુદ્દીન નામનો આ નરાધમ માફી માંગતો નજરે પડ્યો.

સમાજ જીવનનો આ નરાધમ અને લુખ્ખો નૈમુદ્દીન કંઈ એમ જ નથી પકડાયો. પોલીસે આ ટપોરીને પકડવા માટે ભારે જહેમત ઉઠાવવી પડી. 19 વર્ષનો આ વિધર્મી ઘણા સમયથી દીકરીઓની છેડતી કરતો હતો. જેને પકડવા માટે પોલીસે 700થી વધારે CCTV ચેક કર્યા, અલગ અલગ ટીમો બનાવી. ત્યારપછી આ ભાઈ હાથમાં આવ્યા. પરંતુ હવે જ્યારે હાથમાં આવી જ ગયા છે તો પછી તેમનું સ્વાગત એવું ભવ્ય અને દિવ્ય કરવામાં આવ્યું અને હજુ પણ આવશે કે તેનો આખો પરિવાર યાદ રાખશે.

સુરત જેવી તો અનેક ઘટનાઓ ગુજરાતમાં બને છે. કેટલાક ગુનેગારો તો એવા છે કે તેમને કાયદાનો જરા પણ ડર નથી..પરંતુ હવે તેમને ડર રાખવો પડશે. કારણ કે ગુજરાત પોલીસને ગૃહ રાજ્યમંત્રીએ જે ખુલ્લી છૂટ છે તે સૌ ગુનેગારોએ સાંભળવા જેવી છે.

 તો ગુનેગારો હવે તમે ગુજરાતમાં ગુનાખોરી કરતાં પહેલા 100 વખત વિચાર કરજો…નહીં તો દશા અને દિશા બન્ને બદલાઈ જશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!