રાજકોટ જિલ્લાના જસદણ પાટીદાર શૈક્ષણિક સંકુલ ખાતે જસદણ પંથકના પાટીદાર સમાજની મીટીંગનું આયોજન કરાયું હતું.
આ મિટિંગમાં દિનેશ બાંભણીયા, મનોજ પન્નારા, અલ્પેશ કાથીરિયા સહિત સમાજના આગેવાનો અને મોટી સંખ્યામાં પાટીદાર સમાજના લોકો જોડાયા હતા.
આ મિટિંગમાં જસદણ પંથકમાં પાટીદાર સમાજના યુવાનો લોકો વ્યાજખોર, ગુંડાગીરી,મહિલાઓને થતી હેરાનગતિ અને સમાજની દીકરીઓ ભાગી જતી હોવાની ચર્ચા કરવામાં આવી હતી.
તેમજ પાટીદાર સમાજ પર આવેલા બદલાવ અને તેના સોલ્યુશન વિશે ચર્ચા કરાઈ હતી.