Friday, January 17, 2025
HomeFeatureહોટલ કમ્ફર્ટના હાઈ પ્રોફાઈલ જુગારધામમા ટંકારાના તત્કાલીન પીઆઈ અને જમાદાર સસ્પેન્ડ

હોટલ કમ્ફર્ટના હાઈ પ્રોફાઈલ જુગારધામમા ટંકારાના તત્કાલીન પીઆઈ અને જમાદાર સસ્પેન્ડ

ટંકારા તાલુકાના વિરપર ગામ નજીક રાજકોટ હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલમા ધમધમતા હાઈ પ્રોફાઈલ જુગારધામ પર ટંકારા પોલીસે આજથી દોઢ મહિના પૂર્વે દરોડો પાડી ૬૩ લાખ થી વધુના મુદ્દામાલ સાથે નવ શખ્સો સામે જુગારધામ એકટ હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી હતી.

જેમા, પોલીસ દ્વારા ગેરરીતિ કરાઈ હોવાની શંકા કુશંકા ની કાગારોળ દરોડા બાદ ઉઠી હતી.એ શંકા નો અવાજ ઉચ્ચ પોલીસ અમલદારો ના કાન સુધી પહોંચ્યો હતો.

અને ઉચ્ચ અમલદારોએ તાકિદ પગલા લઈ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ ને તાબડતોબ દ્વારકા બદલી કરી નાંખ્યા બાદ ટંકારા પો.ઈ. ગોહિલ ને દિવાળી ટાંણે જ લીવ રીઝર્વ મા મુકી દેવાયા હતા.

રેન્જ આઈજી દ્વારા લીંબડી ડીવાયએસપી ને તપાસ સોંપી હતી. પરંતુ આ પ્રકરણે સ્ટેટ મોનિટરીંગ સેલ દરોડા નો ગોકીરો સાંભળી પ્રથમ થી જ છાનભીન કરી રહ્યુ હતુ.

અંતે શુક્રવારે Smc ના ઉચ્ચ અમલદારોનો કાફલો જુગારધામ જ્યા ઝડપાયુ એ ઠેકાણે પહોંચી તપાસ ની કમાન હાથ મા લઈ લીધી હતી. બીજે જ દિવસે શનિવારે મોડીસાંજે પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી અનેક જીલ્લાના સીમાડા ઠેકાડી દીધા હતા.

હાલ તો, હાઈ પ્રોફાઈલ જુગારધામે ભારે ખળભળાટ મચ્યો છે. આ અંગે રાજ્ય મોનિટરીંગ સેલ ના ડીવાયએસપીએ જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમા બહારથી રૂપિયા બાર લાખ મંગાવી મસમોટો તોડ કર્યા નુ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યુ છે.

હજુ આ કેસ મા ઉંડી તપાસ ચાલી રહી છે. એ જોતા હજુ કેટલાક પેધી ગયેલા અને તોડ ના ભાગીદાર પોલીસ કર્મચારી ઓ પણ શંકા ની રડારમા હોય આવનારા દિવસોમા તપેલા ચડે તો નવાઈ નહીં.

આઈજી અશોક કુમાર યાદવ દ્વારા તાબડતોબ પગલા લેવાયા હતા અને જુગાર દરોડા બાદ સ્થાનિક પોલીસ થાણા ના મહિપતસિંહ સોલંકી ની ત્વરીત દ્વારકા બદલી કરી પગલા લીધા બાદ દિવાળી ટાંણે પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલને લીવ રીઝર્વ મુકી દેવામા આવ્યા હતા. અને આ પ્રકરણમા જુગારધામમા કોઈ ગેરરીતિ કરાઈ છે કે નહી તેની તપાસ લીંબડી ડીવાયએસપી વિશાલ રબારીને સોંપી હતી.

જોકે, હાઈ પ્રોફાઈલ જુગાર ધામ મા ટંકારા પોલીસે મોટો તોડ કર્યા ની બુમ રાજ્ય સરકાર ના ગૃહ વિભાગ સુધી પહોંચી હોવાથી સ્ટેટ મોનિટરીંગ સેલ પ્રથમ થી જ ખાનગી છાનભીન કરી રહ્યુ હતુ અને શુક્રવારે જયા જુગારધામ ઝડપાયુ એ ટંકારા નજીક હાઈવે પર આવેલ કમ્ફર્ટ હોટલે સ્ટેટ મોનિટરીંગ સેલના વડા નિર્લિપ્ત રોય ઉપરાંત ડીવાયએસપી કે.ટી.કામરીયા સહિતના ઉચ્ચ અમલદારો પહોંચ્યા હતા અને કલાકો સુધી રોકાણ કરી તપાસ આદરી અનેક આ પ્રકરણના લાગતા વળગતા ઓના નિવેદન લીધા હતા.

તપાસ ચાલુ છે ત્યા બીજે દિવસે શનિવારે મોડીસાંજે આ પ્રકરણે ટંકારાના તત્કાલીન પોલીસ ઈન્સ્પેકટર વાય.કે.ગોહિલ અને પોલીસ હેડ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી ને સસ્પેન્ડ કરાયા હતા.

જેમા, હાલ લીવ રીઝર્વ મા વાંકાનેર રહેલા પીઆઈ ગોહિલ ને સસ્પેન્ડ કરી અરવલ્લી જીલ્લામા અને આ પ્રકરણે દ્વારકા ખાતે બદલી કરાયેલા પોલીસ કોન્સ્ટેબલ મહિપતસિંહ સોલંકી ને સસ્પેન્ડ કરાયા બાદ દાહોદ જીલ્લામા બદલી કરવામાં આવી હતી. જાણવા મળ્યા પ્રમાણે મહિપતસિંહ સોલંકી અગાઉ પણ કોઈ પ્રકરણે સજા પામી દાહોદ મુકાયા બાદ કોઈ રીતે ગોઠવણ કરી ટંકારા હજુ નિમાયા જ હતા ત્યા ફરી દુર ફંગોળાયા છે.

—————————————————————————–

જુગારધામ મા સ્થાનિક પોલીસે મોટો તોડ કર્યો હોવાનુ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યુ છે: SMC ડીવાયએસપી કામરીયા

——————————————————————————-

ટંકારા નજીક કમ્ફર્ટ હોટલમાથી ગત ૨૯ ઓક્ટોબરે સ્થાનિક પોલીસે હાઈ પ્રોફાઈલ જુગારધામ ઉપર દરોડો પાડી નવ જુગારીઓ ને અટક કર્યા હતા. જેમા, ૧૨ લાખ રોકડા સાથે ૬૩ લાખ નો મુદ્દામાલ જપ્ત કર્યા ની હકિકત ઉજાગર થઈ હતી.

આ મુદ્દે દરોડા બાદ પોલીસ કાર્યવાહી અને તોડ થયા ની મચેલી કાગારોળ ઉચ્ચ અમલદારો ના કાન સુધી પહોંચી હતી. અને આ મામલે એસએમસી એ તપાસ દરમિયાન પીઆઈ અને જમાદારને સસ્પેન્ડ કરી અનેક જીલ્લાના સીમાડા ઠેકાડી બદલી કરી દીધા અંગે સ્ટેટ મોનિટરીંગ સેલના ડીવાયએસપી કે.ટી. કામરીયા નો સંપર્ક કરતા તેઓના જણાવ્યા પ્રમાણે આ પ્રકરણમા પોલીસે અંદાજે ૫૦ થી ૫૫ લાખ નો તોડ કર્યા નુ હાલ પ્રાથમિક દ્રષ્ટિએ જણાઈ રહ્યુ છે.

જુગારધામ મા જે બાર લાખ દર્શાવાયા છે એ બહારથી મંગાવી જુગારમા દર્શાવાયા નુ હાલ ખુલ્યુ છે. વધુ તપાસ ચાલુ છે. આમ, આ મુદ્દે હજુ કેટલાક તોડ કાંડ ના ભાગીદારો ના તપેલા ચડે તો નવાઈ નહીં.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!