Friday, January 17, 2025
HomeFeatureડીમેટ ખાતાને લઈને સેબીએ લાવ્યું નવા નિયમ, શેરબજારમાં રોકાણ કરતા હોવ તો...

ડીમેટ ખાતાને લઈને સેબીએ લાવ્યું નવા નિયમ, શેરબજારમાં રોકાણ કરતા હોવ તો જાણી લેજો

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે એક પ્રસ્તાવ જાહેર કર્યો છે, જેમાં બંધ પડેલા ડીમેટ ખાતાને લઈને નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

શેરબજારમાં રૂપિયા લગાવનારા લોકો માટે મોટી ખબર આવી છે. વાસ્તવમાં સેબી નવા નિયમોની જાહેરાત કરવા જઈ રહ્યું છે. શેરબજારમાં ખરીદ-વેચાણ માટે ડીમેટ અને ટ્રેડિંગ એકાઉન્ટ જરૂરી હોય છે. ડીમેટ ખાતું એટલે કે, જેમાં શેર ડીમટીરિયલાઈઝ્ડ સ્વરૂપમાં હોય છે. ટ્રેડિંગ એકાઉન્ટમાં તમે ઈન્ટ્રા ડેમાં કારોબાર કરી શકો છો.

સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયાએ ગુરુવારે એક પ્રસ્તાવ જાહેર કર્યો છે, જેમાં બંધ પડેલા ડીમેટ ખાતાને લઈને નવા નિયમો વિશે જાણકારી આપવામાં આવી છે.

ડીમેટ ખાતું રાખનારા રિટેલ રોકાણકારોને સામાન્ય રીતે ગોપનીયતા બનાવી રાખવા અને સુનિશ્ચિત કરવા માટે મોબાઈલ નંબર અને ઈમેઈલ એડ્રોસ જેવી વસ્તુઓનો ઉપયોગ કરવાની આવશ્યકતા હોય છે.

પરંતુ, હવે સેબીનો નવો નિયમ કહે છે કે, ગ્રાહકના ડીમેટ ખાતાને તેના પરિવારના લોકો હેન્ડર કરી શકે છે. તેના પરિવારના સભ્યોને ખાસ પરિસ્થિતિઓમાં વિગતો પ્રદાન કરવાની પરવાનગી મળી ગઈ છે.

સેબીનું કહેવું છે કે, હાલ નિયમો હેઠળ, જે એકાઉન્ટ 30 દિવસથી ઈનએક્ટિવ છે. એવામાં બ્રોક્સને ત્રણ મહિનાનું સેટલમેન્ટ કરવાનું હોય છે.

પરંતુ નવા પ્રસ્તાહિત નિયમો હેઠળ સેબીએ કહ્યું છે કે, દૈનિક દેખરેખને બદલે, 30 કેલેન્ડર દિવસો માટે નિષ્ક્રિય ખાતાઓની પતાવટ દર મહિને કરવાની રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!