મોરબીમાં દર વર્ષ ડૉ. બાબાસાહેબ આંબેડકરના મહાપરિનિર્વાણ દિનના અવસરે ધમ્મયાત્રાનું આયોજન કરવામાં આવે છે.
આ પરંપરા મુજબ ગતકાલે પણ મોરબીના મૂળ નિવાસી સંઘ અને અનુસૂચિત જાતિ સમૂહ દ્વારા આ યાત્રાનું આયોજન કરવામાં આવ્યું.
યાત્રા નહેરુ ગેટ ચોકથી ગાંધીચોક સુધી ચાલી અને અંતે પાલિકા કચેરીના પટાંગણમાં સ્થિત ડૉ. બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પિત કરવામાં આવી.
આ પ્રસંગે ડૉ. બાબાસાહેબને શ્રદ્ધાંજલિ સાથે આમુખનું વાંચન કરવામાં આવ્યું હતું અને સામુહિક શપથ ગ્રહણ પણ કરાયું.