કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે પીએમ શ્રી લાવ્યા છીએ. તમામ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયને પીએમ શ્રી સ્કૂલો તરીકે નામિત કરવામાં આવી છે, જેથી તેને અન્ય સ્કૂલો માટે એક મોડેલ બનાવી શકાય.”
કેન્દ્રીય મંત્રીમંડળે શુક્રવારે રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને હરિયાણાની વચ્ચે કનેક્ટિવિટી વધારવા માટે લગભગ 26 કિમી લાંબા દિલ્હી મેટ્રોના ચોથા ફેઝ, રિઠાલા-નરેલા-કુંડલી કોરિડોરને મંજૂરી આપી દીધી છે. આ ઉપરાંત કેબિનેટ બેઠકમાં દેશમાં 85 કેન્દ્રીય વિદ્યાલયો અને 28 નવી નવોદય વિદ્યાલયની સ્થાપનાને મંજૂરી આપી દીધી છે.
કેન્દ્રીય મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે, “નવી શિક્ષણ નીતિને લાગુ કરવા માટે પીએમ શ્રી લાવ્યા છીએ. તમામ કેન્દ્રીય વિદ્યાલય અને નવોદય વિદ્યાલયને પીએમ શ્રી સ્કૂલો તરીકે નામિત કરવામાં આવી છે, જેથી તેને અન્ય સ્કૂલો માટે એક મોડેલ બનાવી શકાય.”
85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવાની મંજૂરી આપી
કેબિનેટે દેશભરમાં નાગરિકો/રક્ષા ક્ષેત્ર અંતર્ગત 85 નવી કેન્દ્રીય વિદ્યાલય ખોલવા અને તમામ ક્લાસમાં 2 વાધારાના અનુભાગ જોડવા હાલની કેવી એટલે કે કેવી શિવમોગા, કર્ણાટકના વિસ્તારને મંજૂરી આપી છે. કેન્દ્રીય વિદ્યાલય યોજના અંતર્ગત તમામ કક્ષામાં બે વધારાના અનુભાગ જોડીને કેન્દ્ર સરકારના કર્મચારીઓની સંખ્યામાં વૃદ્ધિની સુવિધા આપવામાં આવશે.
હાલમાં 1256 KV કાર્યરત છે
85 નવી KV ની સ્થાપના અને 1 હાલની KV ના વિસ્તરણ માટે અંદાજે રૂ. 5872.08 કરોડ (અંદાજે) ની જરૂર પડશે. આજની તારીખે, 1256 કાર્યકારી KV છે, જેમાંથી 03 વિદેશમાં છે – મોસ્કો, કાઠમંડુ અને તેહરાન. આ કેન્દ્રીય વિદ્યાલયોમાં કુલ 13.56 લાખ (અંદાજે) વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. આ ઉપરાંત, કેબિનેટે દેશના પછાત જિલ્લાઓમાં 28 નવી નવોદય વિદ્યાલયોની સ્થાપનાને પણ મંજૂરી આપી છે.