મોરબીની ઘટનાનો પર્દાફાશ સમગ્ર ગુજરાતમાં ચકચાર જગાવનાર મોરબીની ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં ભ્રષ્ટાચાર સામે લડતા બબ્બે અખબારો ” દિવ્યક્રાંતિ “અને “લોક જ્વાલા”ના તંત્રીઓ વિરુદ્ધ ખોટા આરોપો લગાવીને પોલીસ જુલમ થવાના આરોપો લાગ્યા છે. મોરબીના સામા કાંઠે ટિકે હોટેલ સામે આવેલા નાયરા પેટ્રોલ પંપનો ભ્રષ્ટાચારનો પર્દાફાશ કરવા માટે પ્રયાસ કર્યો હતો, પરંતુ તેના બદલે તેમના પર ખંડણીના ખોટા આક્ષેપો કરવામાં આવ્યા છે.
કાવતરું અને ખોટી FIR કેટલાક સ્થાનિક પત્રકારો સત્તા પક્ષના રાજકારણી અને પોલીસ અધિકારીઓએ મળીને આ તંત્રીઓ વિરુદ્ધ કાવતરું ઘડીને ખંડણીની ખોટી FIR દાખલ કરાવી છે. આ તંત્રીઓએ ખુલ્લેઆમ જાહેરાત કરી છે કે તેઓએ ક્યારેય પેટ્રોલ પંપ માલિક પાસેથી પૈસાની માંગણી નથી કરી. તેમ છતાં, મોરબી પોલીસે કોઈ ઠોસ પુરાવા વિના બનાવટી આક્ષેપવાળી એફ.આઈ.આર. દાખલ કરી ધરપકડ કરી, રિમાન્ડ મેળવી, મોરબીના પત્રકારોને પોલીસ સ્ટેશને આમંત્રિત કરીને આ બંને તંત્રીઓને મીડિયા સમક્ષ જાણે કોઈ મોટા ગુન્હાના શાતિર અપરાધી પકડ્યા હોય તેમ ધરાર રજૂ કરીને તંત્રીઓના અખબારની અને તેઓની બદનામી કરવા માટે સુવ્યવસ્થિત પ્લાન ઘડ્યો હતો.
તંત્રીઓની ખુલ્લી ચેલેન્જ નાર્કો ટેસ્ટ માટે દિવ્યક્રાંતિ અને લોક જવાલાના તંત્રીઓએ પોલીસને જાહેરમાં ચેલેન્જ આપી છે કે ફરિયાદીનું નાર્કો ટેસ્ટ અથવા લાઈ ડિરેક્ટર ટેસ્ટ કરવામાં આવે જેથી સત્ય બહાર આવે.
RNI રજીસ્ટ્રેશન ધરાવતા અખબારો પર પણ પોતાના અખબારના ઓળખપત્રો આપવાનો આરોપ દિવ્યક્રાંતિ અને લોકજ્વાલા અખબાર કેન્દ્ર સરકારનું PRGI (RNI) રજીસ્ટ્રેશન ધરાવે છે. આ તંત્રીઓ પત્રકારોને માન્ય ઓળખ કાર્ડ આપતા હતા, જે બિલકુલ કાયદેસર છે. તેમ છતાં, ડીવાયએસપી ઝાલાએ ખોટો આરોપ લગાવ્યો છે કે 600 પ્રેસ કાર્ડ વેચવામાં આવ્યા હતા, અને આ આધાર પર તંત્રીઓને અપરાધી તરીકે પ્રસ્તુત કર્યા હતાં,
ઉચ્ચ અધિકારીઓને ફરિયાદ અને ન્યાયની માગ આ મામલે દિવ્યક્રાંતિ અને લોકજ્વાલાના તંત્રીઓએ PMO, CM, DGP, ગૃહ વિભાગ, અને પ્રેસ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા સહિત 21 જેટલા સંબંધિત વિભાગોમાં ન્યાય માટે ફરિયાદ નોંધાવી છે. તેઓએ માંગ કરી છે કે ખોટી FIR કરનારા તમામ જવાબદાર પોલીસ અધિકારીઓ વિરુદ્ધ સખત કાર્યવાહી કરવામાં આવે.
પત્રકાર સમાજ માટે ચેતવણી તંત્રીઓએ ભારપૂર્વક કહ્યું છે કે પત્રકારોને ખોટા આરોપોમાં ફસાવવું તે લોકશાહી માટે ખતરનાક પ્રથા છે. આ ઘટનાએ સમગ્ર પત્રકાર સમાજને ચેતવણી આપી છે કે ભ્રષ્ટાચાર સામે અવાજ ઉઠાવનાર પત્રકારોને ખોટા આરોપોમાં ફસાવી દેવામાં આવશે. આ મામલે દેશના તમામ પત્રકારોએ સાથે મળીને ન્યાયની માંગ વિના વિલંબે બુલંદ કરવી જોઈશે જેથી ભવિષ્યમાં પત્રકારો પર આ પ્રકારના હુમલાઓ ન થાય.
આમ જનતાની પણ ભૂમિકા મહત્વની છે આ ઘટનામાં ભ્રષ્ટાચાર સામે લડનાર પત્રકારોને સમર્થન આપવું અને સત્ય માટે એકસાથે આવવું એ પ્રજાના હકો અને લોકશાહીનું રક્ષણ કરવાની જવાબદારી છે. ભ્રષ્ટાચાર સામે લડત આપવી એ દરેક નાગરિકની જવાબદારી છે. ભ્રષ્ટાચાર સામે લડવા માટે સત્યના સાથી બનો, કેમ કે મૌન લોકશાહી માટે ઘાતક દુશ્મન છે,