અખીલ વિશ્વ ગાયત્રી પરિવાર દ્વારા સંચાલીત દેવ સંસ્કૃતિ વિશ્વ વિદ્યાલય શાંતિકુંજ હરિદ્વારથી યોગાચાર્ય બહેનો પધાર્યા હતા. આજથી સાત દિવસ માટે તેઓ વાંકાનેરમાં સવારના ભાગે કે.કે. શાહ સ્કુલ એલ.કે. સંઘવી સ્કૂલ તથા સાંજે 4-45થી 6 ગાયત્રી શકિતપીઠ ખાતે યોગ કરાવશે તથા તેમના વિશે લોકોને માહિતગાર કરશે.
ગાયત્રી પરિવાર વાંકાનેર દ્વારા એક શિબિરનું આયોજન કરવામાં આવેલ છે. આ આયોજન તા.2/12થી 7/12 સુધી સોમવારથી શનીવાર સવારે 11થી 12-30 સુધી કરેલ છે.
જેમાં પરામ (ચર્ચા) યોગ તથા સ્વાસ્થ્ય સબંધિત સમસ્યાનું સમાધાન વિશે ચર્ચા કરાશે અને ગાયત્રી મંદિર વાંકાનેર ખાતે બપોરે 3-30થી 4-30 સુધી પરામર્શ (ચર્ચા) યોગ તથા સ્વાસ્થ્ય સબંધીત સમસ્યાનું સમાધાન વિશે ચર્ચા કરાશે.
ઉપરાંત સર્વે લોકો માટે યોગ શિબિર સાંજે 4-45થી 6 સુધી ગાયત્રી સ્કૂલ હોલ ગાયત્રી શકિતપીઠ વાંકાનેર ખાતે રાખેલ છે.