Friday, January 17, 2025
HomeFeatureમોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં પરવાનગી વગર ડ્રોન ઉડાડવા પર મનાઈ

મોરબી જિલ્લા મેજીસ્ટ્રેટ કે.બી. ઝવેરી દ્વારા જિલ્લાના ૧૦૬ પ્રતિબંધિત વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થાની જાળવણી સારૂ સક્ષમ અધિકારી ની પરવાનગી વગર ડ્રોન કે રીમોટથી કન્ટ્રોલ કરતા એરીયલ મિસાઈલ કે પેરાગ્લાઈડર રીમોટ કન્ટ્રોલ, માઈક્રો લાઈટ એરક્રાફટ ચલાવાની મનાઈ ફરમાવેલ છે.

આ ૧૦૬ પ્રતિબંધિત વિસ્તાર પૈકી નવલખી પોર્ટ, મચ્છુ ડેમ-૧ અને ૨, નવલખી દરીયાઈ વિસ્તારના આઈસલેન્ડના ૨ કિ.મી.ના વિસ્તારમાં, મોરબી સબ જેલની ૨૫૦ મીટર વિસ્તારમાં, આઈ.ઓ.સી. પાઈપ લાઈન, ક્રેઈન ઈન્ડિયા પ્રા. લી. કંપની, વાછકપર, ભારત ઓમાન રિફાઈનરી પાઈપલાઈન જોધપરથી કાશીપર, ગેઈલ ઈન્ડિયા પ્રા.લી. ગેસ પાઈપ લાઈન કુંતાસી  થી હરીપર, જિલ્લામાંથી પસાર થતી ગેસ ઓઈલની પાઈપ લાઈન, ડિસ્ટ્રીક કોર્ટ, કલેકટર ઓફિસ, એસ.પી.

ઓફિસ, પોલીસ હેડ ક્વાટર્સ, ટેલીફોન એક્સચેન્જ, એસ.બી.આઈ. બેંક, નગર દરવાજા માર્કેટ-મોરબી, બસ સ્ટેશન-મોરબી, રેલ્વે સ્ટેશન-મોરબી, સિવીલ હોસ્પીટલ, નવલખી અને જુના અંજીયાસર ફીસીંગ પોઈંટ તેમજ જિલ્લામાં આવેલ વીજ સબ સ્ટેશનો, ડેમી ડેમ ૧ અને ૨, બ્રાહ્મણી ડેમ-૧ અને ૨, તેમજ બંગાવડી ડેમના ૧૦૦ મીટરનાં વિસ્તારમાં, મયુર બ્રિજ, રેલ્વે સ્ટેશન વાંકાનેર ૫૦ મીટરના વિસ્તારમાં ડ્રોન ઉડાડવા પર પ્રતિબંધ ફરમાવતું જાહેરનામુ બહાર પાડવામાં આવ્યું છે.

આ જાહેરનામું  તારીખ ૩૧-૦૧-૨૦૨૫ સુધી અમલમાં રહેશે. આ જાહેરનામાનો ભંગ કરનાર વ્યક્તિ શિક્ષાને પાત્ર થશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!