શિયાળાની શરૂઆત સાથે, માતૃશ્રી વિરબાઈમાં માનવ સેવા અને ગૌ સેવા સંચાલક અલ્પાબેન કક્કડ દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ ગરમ કપડાં, બ્લેન્કેટ્સ અને ગોદડાં એકત્રિત કરી જરૂરીયાતમંદ લોકોને પહોંચાડવાનો સાર્વત્રિક અભિયાન શરુ કરવામાં આવ્યું છે.
સેવાની હેતુ:: આ અભિયાન હેઠળ ફૂટપાથ પર રહેતા લોકો, ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતા પરિવારો અને અન્ય જરૂરીયાતમંદ લોકો સુધી ગરમ કપડાં પહોંચાડવાનું ઉદ્દેશ છે જેથી શિયાળાની કઠોર ઠંડીમાં તેમની મદદ થઈ શકે.
સહયોગ માટે આમંત્રણ: લોકોને પોતાના ઉપયોગમાં ન લેતા હોય તેવા ગરમ કપડાં, બ્લેન્કેટ્સ અથવા ગોદડાં. કઈ રીતે સહયોગ કરવો? : આપના ઘરેથી કપડાં આપવાનું હોય તો, અમને જાણ કરો, અને અમે આપના ઘરે આવીને તે લઈ જઈશું. 2. ઈચ્છુક વ્યક્તિ પોતે વિતરણ કાર્યમાં પણ સહભાગી બની શકે છે. સંપર્ક માટે: અલ્પાબેન કક્કડ: 9023104446, 7433828555, આ કાર્યમાં સહયોગ આપી માનવતાના ઉત્કર્ષમાં તમારું યોગદાન આપવા અલ્પાબેન કક્કડએ અપીલ કરી છે .સેવામાં સહભાગી થવું એ માનવતાની સૌથી મોટી સેવા છે.