Friday, January 17, 2025
HomeFeatureધો.10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ફોર્મ તા.9 સુધી ભરી શકશે

ધો.10 અને 12ના વિદ્યાર્થીઓ બોર્ડની પરીક્ષાના ફોર્મ તા.9 સુધી ભરી શકશે

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ-10 અને 12 સામાન્ય અને વિજ્ઞાન પ્રવાહના પરીક્ષાના ફોર્મ ભરવાની મુદત પૂર્ણ થતાં હવે લેઈટ ફી સાથે ફોર્મ ભરવાની મુદતમાં વધારો કરવામાં આવ્યો છે. જેમાં ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ 6ઠ્ઠી ડિસેમ્બર સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે, જ્યારે ધોરણ -12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 9મી ડિસેમ્બર સુધી પરીક્ષા ફોર્મ ભરી શકશે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષાનો ફેબ્રુઆરી મહિનાના અંતમાં પ્રારંભ થશે. બોર્ડની પરીક્ષાને લઈને ફોર્મ ભરવાની તારીખ પણ જાહેર કરવામાં આવી હતી. ધોરણ 10 અને 12 સાયન્સના ફોર્મ ભરવાની અંતિમ તારીખ 30 નવેમ્બર હતી. જે મુદત વધારીને 6 ડિસેમ્બર કરવામાં આવી છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહની ફોર્મ ભરવાની અંતિમ તારીખ 2 ડિસેમ્બર હતી.

જેમાં મુદત વધારીને 9 ડિસેમ્બર સુધી કરવામાં આવી છે. મુદત બાદ વિદ્યાર્થીઓ લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે. આગામી ફેબ્રુઆરી માસથી ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પરીક્ષા શરૂૂ થવાની છે. બોર્ડની પરીક્ષાની લઈને વિદ્યાર્થીઓ માટે ફોર્મ ભરવાની મુદત 30 નવેમ્બર અને બે ડિસેમ્બર સુધી રાખવામાં આવી હતી. જોકે, બોર્ડ દ્વારા આ મુદતમાં વધારો કરવામાં આવ્યો છે.

ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ 6 ડિસેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 9 ડિસેમ્બર સુધી પરીક્ષાના ફોર્મ ભરી શકશે. ધોરણ 10 અને 12 સાયન્સના વિદ્યાર્થીઓ 7 ડિસેમ્બરથી 22 ડિસેમ્બર સુધી 250 રૂૂપિયાથી 350 રૂૂપિયા સુધીની લેટથી ભરીને ફોર્મ ભરી શકે છે. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના વિદ્યાર્થીઓ 10 ડિસેમ્બરથી 24 ડિસેમ્બર સુધી 250થી 350 રૂૂપિયા લેટ ફી સાથે ફોર્મ ભરી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!