ટંકારા નગરના રહેવાશી અને હડમતીયા ગામની પ્રાથમિક શાળામા શિક્ષક તરીકે ફરજ બજાવતા રમુભાઈ ભરવાડના દિકરા જગદીશભાઈ ભરવાડ જે હાલમા વાંકાનેર એસટી ડેપો ખાતે કંડકટરમાં ફરજ બજાવે છે જેમની ફરજ વાંકાનેર- નલિયા રૂટમાં હતી તે દરમિયાન એક મુશાફર તેનુ HP કંપનીનું લેપટોપ અને બેગ બસમાં જ ભુલી ને ઉતરી ગયેલ
ત્યારબાદ જગદીશભાઈ ને તે બેગ મળતા તે બેગ અને લેપટોપ મુળ માલિકની ખરાય કરીને મોરબી ડેપો ખાતે અધિકારીની હાજરીમા પરત કરીને એક પ્રમાણિકતા દર્શાવીને રાજકોટ વિભાગના કર્મચારી મહામંડળના પ્રમુખ સાહેબ જયુભા ડી જાડેજા અને વાંકાનેર એસટી ડેપો નું ગૌરવ વધારેલ છે.