મોરબીના જૂના ઘૂટું રોડે સતત ટ્રાફિક રહે છે જેથી કરીને મોરબીની ત્રાજપર ચોકડીથી લઈને ઘૂટું સુધીના જુના ઘુંટુ રોડને ફોરલેન બનાવવામાં આવે તે અનિવાર્ય છે જેથી કરીને આ બાબતે ત્રાજપરના પૂર્વ સરપંચ દ્વારા સીએમને રજૂઆત કરવામાં આવી છે.
હાલમાં ત્રાજપર ગામના પૂર્વ સરપંચ અશોકભાઈ વરાણીયા દ્વારા સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને જે રજૂઆત કરવામાં આવી છે.તેમાં જણાવ્યુ છે કે, ત્રાજપર ગામ પાસે આવેલ ચોકડી જેને ત્રાજપર ચોકડી કહેવામા આવે છે ત્યાંથી લઈને ઘૂટું સુધીનો જે ત્રણ કિલો મીટરનો ઘૂટું રોડ આવેલ છે ત્યાં સતત ટ્રાફિક રહે છે
જેથી કરીને લોકોને અને ખાસ કરીને વાહન ચાલકોને હેરાન થવું પડે છે જેથી કરીને આ રોડને ફોરલેન બનાવવામાં આવે તે જરૂરી છે. ખાસ કરીને કારખાનામાં નોકરીએ જતાં લોકો અને શાળા તેમજ એસટીનો બસો પણ ત્યાં ટ્રાફિકના કારણે ફસાઈ છે આટલું જ નહીં વારંવાર અકસ્માત પણ થાય છે જેથી કરીને ટ્રાફિકનો પ્રશ્ર્ન ઉકેલવા માટે આ રોડ ફોરલેન બનાવવામાં આવે તેવી પૂર્વ સરપંચે માંગ કરી છે.