મોરબીમાં છેલ્લા ઘણા સમયથી આધાર કાર્ડના કામ માટે લોકો હેરાન થઈ રહ્યા હતા તેવામાં આજે સવારે કલેક્ટર મોરબીના પ્રાંત અધિકારીને સાથે રાખીને આધાર કાર્ડ માટેના સેન્ટરે પહોચ્યા હતા અને ત્યાં લોકોને વહેલા આવવાની જરૂર નથી મોરબી શહેર અને જીલ્લામાં આધાર કાર્ડના કામ માટે હાલમાં જેટલી કીટ છે
તેમાં વધારો કરવામાં આવેલ છે જેથી કરીને હવે લોકો કચેરીના સમયે આવશે તો પણ તેમના આધાર કાર્ડને લગતા કામ થઈ જશે તેવી કલેકટરે ખાતરી આપેલ છે.સરકારની તમામ યોજનાનો લાભ લેવા માટે આધાર કાર્ડ ફરજીયાત બનાવવામા આવેલ છે
જેથી નવા આધાર કાર્ડ કઢાવવા માટે તેમજ જૂના આધાર કાર્ડમાં સુધારા વધારા કરાવવા માટે મોરબી શહેર અને જીલ્લામાં લોકો વહેલી સવારથી લાઈનો લગાવે તો પણ આધાર કાર્ડના કામ પૂરા થતાં ન હતા જેથી કરીને લોકો હેરાન હતા અને મોરબી શહેર અને તાલુકા મામલતદાર ઓફિસ તેમજ પોસ્ટ ઓફિસમાં આધાર કાર્ડની કુલ મળીને 10 જેટલી કીટ ચાલુ હતી તો પણ લોકોના આધાર કાર્ડના કામ ટલ્લે ચડે અથવા તો પૂરા ન થાય તેવું થતું હતું જેથી લોકોના આધાર કાર્ડની કામગીરી કરવા માટે ધરમધક્કા થતાં હતા.અત્રે ઉલેખનીય છે કે, હાલમાં રેશન કાર્ડના ઓટીપી નંબર માટે, વિદ્યાર્થિનીએ સ્કોલરશીપના કેવાયસી માટે તેમજ અન્ય સરકારી કામ માટે લોકોને આધાર કાર્ડની જરૂર પડે છે
અને જીલ્લામાં લોકો હેરાન થતાં હતા જેથી મોરબીના કલેકટર કે.બી.ઝવેરી મોરબીના પ્રાંત અધિકારી સુનિલ પરમારને સાથે રાખીને શહેરમાં જુદાજુદા સ્થળે ચાલી રહેલા આધાર કાર્ડ સેન્ટરની મુલાકત લેવા માટે પહોચ્યા હતા ત્યાર બાદ પત્રકારોની સાથે વાત કરતાં તેમણે કહ્યું હતું કે, આધાર કાર્ડ સેન્ટર ઉપર એકી સાથે લોકો આધાર કાર્ડનું કામ કરાવવા માટે આવે એટલે થોડી ઘણી મુશ્કેલી ઊભી થાય તે સ્વાભાવિક છે.
જો કે, લોકોને હેરાન થવું ન પડે તે માટે મોરબી શહેર અને જીલ્લામાં આધાર કાર્ડની વધારાની કીટોનો ચાલુ કરવામાં આવશે અને અંદાજે 50 જેટલી કીટ ચાલુ થઈ જશે એટલે લોકો કચેરીના સમયે આધાર કાર્ડના કામ માટે આવશે તો પણ આધાર કાર્ડને લગતા તેઓના કામ પૂરા થઈ જશે. તેવી ખાતરી આપેલ છે.
મોરબી તાલુકા સેવા સદનમાં સફાઈ માટેની એજન્સી બદલવા આદેશમોરબીના લલબાગમાં આવેલ તાલુકા સેવા સદનમાં આધાર કાર્ડનું સેન્ટર આવેલ છે ત્યાં લોકોની હાલકી વિષેની જાત નિરીક્ષણ કરવા માટે પહોચ્યા હતા ત્યારે મોરબી તાલુકા સેવા સદનમાં ચોમેર ગંદકી જોવા મળી હતી જેથી કરીને કલેકટરે તાત્કાલિક માર્ગ મકાન વિભાગના અધિકારીને સૂચના આપીને હાલમાં તાલુકા સેવા સદનમાં સફાઈ કામ કરતી એજન્સીને બદલવા માટેનો આદેશ કર્યો છે.