લેટેસ્ટમાં વોટ્સએપે એક એવું ફીચર રોલ આઉટ કર્યું છે જેનાં દ્વારા તમે લોકોને સ્ટેટસમાં ટેગ કરી શકશો. આમ, તમે પણ કંઈક હટકે રીતે સ્ટેટસ મૂકવા ઇચ્છો છો તો આ ફીચર્સ વિશે જાણી લો.
વોટ્સએપનો ઉપયોગ દુનિયામાં સૌથી વધારે થાય છે. આ એક બેસ્ટ મેસેજિંગ પ્લેટફોર્મ છે. આ કારણે કંપની સતત નવા ફીચર્સ પર કામ કરતી રહે છે. વધારેમાં વધારે યુઝર્સ જોડાય એ માટે કંપની કોઈને કોઈ નવી અપડેટ કરે છે. લેટેસ્ટમાં વોટ્સએપે એક એવું ફીચર રોલ-આઉટ કર્યું છે જેનો ઉપયોગ કરીને તમે મિત્ર અને ફેમિલીનાં લોકોને સ્ટેટસમાં ટેગ કરી શકો છો. વોટ્સએપનું આ ફીચર ઇન્સ્ટાગ્રામનાં ટેગિંગ ફીચર જેવું છે. આટલું જ નહીં, તમે જે મિત્રને સ્ટેટસમાં મેન્શન કરો છે એ તમારાં સ્ટેટસને પણ શેર કરી શકે છે.
જાણો સ્ટેટસમાં ટેગ કરવા માટે શું કરશો?
વોટ્સએપ સ્ટેટસમાં કોઈને ટેગ કરવા માટે કેટલાક સ્ટેપ્સ ફોલો કરવા જરૂરી છે. આ માટે સૌથી પહેલાં તમારાં ફોનમાં વોટ્સએપની એપ હોવી જરૂરી છે. કોઈને ટેગ કરતી વખતે ખાસ ધ્યાન એ રાખો કે તમે જેને તમારાં ફોટામાં ટેગ કર્યા છે એમને એ ટેગની જાણકારી મળશે. આમ, તમારું સ્ટેટસ જોનારા બીજા લોકોને ખબર પડશે કે તમે કોને ટેગ કર્યા છે.
સ્ટેપ 1
તમારાં સ્માર્ટફોનમાં વોટ્સએપ ઓપન કરો.
સ્ટેપ 2
સ્ક્રીનની નીચે તેમજ ઉપર રહેલાં Status ટેબ પર જાવો.
સ્ટેપ 3
નવું સ્ટેટસ અપલોડ કરવા માટે માય સ્ટેટસ આઇકોન પર ટેપ કરો.
સ્ટેપ 4
ટેક્સ્ટ ફીલ્ડમાં, @ ટાઇપ કરો અને ત્યારબાદ એ કોન્ટેક્ટનું નામ ટાઇપ કરો જેમાં તમે ટેગ કરવા ઇચ્છો છો.
સ્ટેપ 5
ડ્રોપ ડાઉન મેનૂથી, કોન્ટેક્ટને તમારા સ્ટેટસમાં ટેગ કરવા માટે યુઝ કરો.
આમ, આ સરળ સ્ટેપ્સ ફોલો કરીને તમે ગમતી વ્યક્તિને ટેગ કરી શકો છો. તમે આ રીતે સ્ટેટસમાં કોઈને ટેગ કરશો તો સામેની વ્યક્તિ ખુશ થઈ જશે. આ સાથે જોનારા લોકો પણ વિચારમાં પડી જશે. બહુ ઓછા લોકો આ ટ્રિક વિશે જાણે છે. તો તમે પણ આ રીતથી તમારાં મિત્ર તેમજ ફેમિલીને ટેગ કરો.