Saturday, December 14, 2024
HomeFeatureઅયોધ્યામાં રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ હિન્દુ પંચાગ પ્રમાણે ઉજવાશે : 11-1-2025માં થશે...

અયોધ્યામાં રામ મંદિરની પ્રથમ વર્ષગાંઠ હિન્દુ પંચાગ પ્રમાણે ઉજવાશે : 11-1-2025માં થશે આયોજન

મંદિરની આજુબાજુના તમામ મંદિરોનું બાંધકામ આગામી ઓક્ટોબર સુધીમાં પૂર્ણ થઇ જવાની ધારણા

આ વર્ષે અયોધ્યામાં ભવ્ય રામ મંદિર બાંધવામાં આવ્યા બાદ 22 જાન્યુઆરીએ એની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી, પણ એની પહેલી વર્ષગાંઠ 2025માં 22 જાન્યુઆરીએ નહીં પણ 11 જાન્યુઆરીએ મનાવવામાં આવશે.

આ સંદર્ભનો નિર્ણય શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસની બેઠકમાં લેવામાં આવ્યો હતો. દર વર્ષે હિન્દુ તિથિ અનુસાર પોષ સુદ દ્વાદશી (કૂર્મ દ્વાદશી)એ મનાવવામાં આવશે અને એેને પ્રતિષ્ઠા દ્વાદશી નામ આપવામાં આવ્યું છે. ગયા વર્ષે  પોષ સુદ બારસે મંદિરમાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી હતી.

આ મુદે શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસના મહાસચિવ ચંપત રાયે જણાવ્યું કે ‘ન્યાસની બેઠકમાં બીજા ઘણા નિર્ણયો લેવામાં આવ્યા હતા. મંદિરનું નિર્માણ કાર્ય આગામી ઓકટોબર સુધીમાં પુરૂ થશે. ન્યાસે લીધેલા નિર્ણયોની જાણકારી મંદિરના સોશ્યલ મીડિયા પ્લેટફોર્મ પર આપવામાં આવી છે.

પ્રશિક્ષિત પૂજારીઓની નિયુકિત શરૂ

શ્રીરામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ન્યાસ તરફથી પૂજારી પ્રશિક્ષણ યોજના હેઠળ છ મહિનાની ટ્રેઇનીંગ લેનારા પૂજારીઓને નિયુકત કરવાનો રસ્તો સાફ થયો છે. બોર્ડ ઓફ ટ્રસ્ટીઝે આવી નિયુકિત માટેની નિયમાવલીને મંજુરી આપી દીધી છે.

એની શરતોનું પાલન કરનારા પૂજારીઓને નિયુકત કરવામાં આવશે. આ નિયમાવલીની મુખ્ય શરત એ છે કે શ્રી રામ જન્મભૂમિમાં રામ મંદિરમાં રામલલાની પૂજા-અર્ચના કરવા સિવાય રોટેશનના આધારે પરિસર અંતર્ગત તૈયાર કરવામાં આવી રહેલા તમામ 18 મંદિરોમાં પણ પૂજારીઓએ પૂજા-અર્ચના કરવી પડશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!