Saturday, December 14, 2024
HomeFeatureTRAI અધિકારીને નામે ફોન આવે તો સાવધાન! IIT બોમ્બેના વિદ્યાર્થીને ડિઝિટલ અરેસ્ટ...

TRAI અધિકારીને નામે ફોન આવે તો સાવધાન! IIT બોમ્બેના વિદ્યાર્થીને ડિઝિટલ અરેસ્ટ કરી લાખો પડાવ્યા

સ્કેમર્સે વિદ્યાર્થી પર તેના નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીને ડિજિટલ ધરપકડનું બહાનું આપી પોલીસ વેરિફિકેશનના નામે પૈસાની માંગણી કરવામાં આવી હતી.

આઇઆઇટી બોમ્બેના વિદ્યાર્થીને TRAI અધિકારી બની કૌભાંડીઓએ રૂ. 7.29 લાખની છેતરપિંડી કરી હતી. સ્કેમર્સે વિદ્યાર્થી પર તેના નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓનો આરોપ લગાવ્યો હતો. વિદ્યાર્થીને ડિજિટલ ધરપકડનું બહાનું આપી પોલીસ વેરિફિકેશનના નામે પૈસાની માંગણી કરવામાં આવી હતી. સ્કેમર્સ વીડિયો કૉલ પર પોલીસ યુનિફોર્મમાં સજ્જ એક માણસને બતાવ્યો. વિદ્યાર્થી ડરી ગયો અને પૈસા ટ્રાન્સફર કરી દીધા હતા.

તમે ડિજિટલ ધરપકડનું નામ તો સાંભળ્યું જ હશે. આ પ્રકારનું કૌભાંડ ખૂબ જ ઝડપથી વધી રહ્યું છે. ઈન્ડિયા ઈન્સ્ટિટ્યૂટ ઓફ ટેક્નોલોજી (IIT) બોમ્બેમાંથી એક નવો મામલો સામે આવ્યો છે. અહીં વિદ્યાર્થીના ખાતામાંથી 7.29 લાખ રૂપિયા પડાવી લેવાયા છે. કૌભાંડીઓએ પોતાને TRAIના કર્મચારી તરીકે ઓળખાવ્યા હતા. આ ઘટના આ વર્ષે જુલાઈમાં બની હતી. હવે આ કેવી રીતે થયું અને નવા કૌભાંડ હેઠળ લોકો સાથે કેવી રીતે છેતરપિંડી થઈ રહી છે? તો ચાલો જાણીએ.

આ કૌભાંડ 25 વર્ષના યુવક સાથે થયું છે. તેમના નંબર પર અજાણ્યા નંબર પરથી કોલ આવ્યો હતો. સ્કેમરે પોતાને TRAI અધિકારી તરીકે ઓળખાવ્યો અને વિદ્યાર્થીને જાણ કરી કે તેના નંબર પર ગેરકાયદેસર પ્રવૃત્તિઓની ફરિયાદ મળી છે. છેતરપિંડી કરનાર વ્યક્તિએ જણાવ્યું કે વિદ્યાર્થીનો નંબર ડિએક્ટિવેટ કરી દેવામાં આવશે, આ માટે તેણે પોલીસ પાસેથી એનઓસી પ્રમાણપત્ર લાવી આપવું પડશે. અહીંથી સ્કેમરે સાયબર ક્રાઈમ બ્રાન્ચને કોલ ટ્રાન્સફર કર્યો હતો.

પોલીસ યુનિફોર્મમાં જોવા મળ્યો યુવક

વીડિયો કોલ ટ્રાન્સફર કર્યા બાદ સામે એક યુવક જોવા મળ્યો હતો. તેણે પોલીસનો યુનિફોર્મ પણ પહેર્યો હતો. પીડિત કંઈપણ સમજે તે પહેલા આ કોલ શરૂ થઈ જાય છે. વિદ્યાર્થી પર મની લોન્ડરિંગનો આરોપ લગાવવામાં આવે છે. તેમજ યુવાનનો આધાર નંબર પણ પૂછવામાં આવે છે. ધરપકડથી બચવા માટે યુવકે તુરંત જ સ્કેમર્સને 29,500 રૂપિયા યુપીઆઈ આપી દીધા હતા. યુવક પર દબાણ કરવામાં આવે છે અને તેને માહિતી આપવામાં આવે છે કે તેની ડિજિટલી ધરપકડ કરવામાં આવી છે. બદલામાં યુવક પાસેથી પૈસાની માંગણી કરવામાં આવે છે.

વિદ્યાર્થીને માહિતી કેવી રીતે મળી?

ઉપરાંત વિદ્યાર્થીને કહેવામાં આવે છે કે તે આ સમયગાળા દરમિયાન કોઈનો સંપર્ક કરી શકશે નહીં. એટલે કે તેણે આમ કરવા બદલ ધરપકડ ટાળવી પડશે. તેમજ તે કોઈપણ પ્રવૃત્તિ કરી શકશે નહિ. થોડા સમય પછી વિદ્યાર્થી ડિજિટલ અરેસ્ટ ઓનલાઈન સર્ચ કરે છે અને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી કરવામાં આવી છે. બચવા માટે વિદ્યાર્થી સ્કેમર્સને તેની બેંક વિગતો આપે છે અને તેઓ પોતે જ તેના ખાતામાંથી પૈસા ઉપાડી લે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!