Saturday, December 14, 2024
HomeFeatureમોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું

મોરબીના થોરાળા ગામે સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરી સુશોભન કરાયું

મોરબી જિલ્લામાં આપણું શૌચાલય આપણું સન્માન  અભિયાન અંતર્ગત મોરબી તાલુકાના થોરાળા ગામે સામુહિક સૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.

સરકારશ્રી દ્વારા વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને ૧૯ નવેમ્બરથી ૧૦ ડિસેમ્બર દરમિયાન આપણું શૌચાલય આપણું સન્માન  અભિયાનની ઉજવણી કરવામાં આવી રહી છે. મોરબી જિલ્લામાં પણ તારીખ ૧૯-૧૧-૨૪ ના રોજ વિશ્વ શૌચાલય દિવસ અનુસંધાને આ અભિયાનનો શુભારંભ કરવામાં આવ્યો હતો.

આ અભિયાન અંતર્ગત મોરબી જિલ્લામાં મોરબી  તાલુકાના થોરાળા ગામે સામુહિક શૌચાલયની સાફ સફાઈ કરીને સુશોભિત કરવામાં  આવ્યું હતું. આ સાફ સફાઈ અંતર્ગત સ્વચ્છ ભારત મિશન યોજના હેઠળ તાલુકા કક્ષાના કર્મચારી તેમજ ગામના લોકો દ્વારા સામૂહિક શૌચાલયની સાફ સફાઈ કરવામાં આવી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!