વોટ્સએપ તેના યુઝર્સ માટે નવા અને ઉપયોગી ફીચર્સ લાવી રહ્યું છે. તેમાંથી એક છે વીડિયો નોટ્સ. વોટ્સએપ યુઝર્સ હવે વ્યક્તિગત રીતે કે ગ્રુપમાં વીડિયો નોટ્સ શેર કરી શકે છે: કેવી રીતે સેન્ડ કરશો વીડિયો નોટ્સ:
1 કેમેરાનું બટન દબાવી રાખવું: જે વ્યક્તિ કે ગ્રુપમાં વીડિયો નોટ્સ મોકલવા માંગો છો તેને ઓપન કરો. ચેટ બોક્સની બાજુમાં કેમેરાનું બટન હશે. તેને દબાવી રાખો. ત્યાર બાદ કાઉન્ટડાઉન શરૂ થતાં જ વીડિયો નોટ્સ રેકોર્ડ થવાનું શરૂ થઈ જશે. આ દરમિયાન, તમે મુખ્ય કેમેરા અને સેલ્ફી કેમેરા વચ્ચે સ્વિચ કરી શકશો. કેમેરાનું બટન છોડી દેતાં જ વીડિયો નોટ્સ ઓટોમેટિકלי સેન્ડ થઈ જશે.
હેન્ડ્સ-ફ્રી રેકોર્ડિંગ ઓપ્શન: કેમેરાનું બટન દબાવી રાખો, અને કાઉન્ટડાઉન શરૂ થાય ત્યારે આંગળી ઉપરની સાઇડ સ્વાઇપ કરો. આથી લોક મોડ ઓન થઈ જશે અને તમે બન્ને હાથનો ઉપયોગ કરી શકશો.
વીડિયો નોટ્સ કેવી રીતે જોશો
મોકલાયેલ વીડિયો નોટ્સ જે વ્યક્તિને મોકલવામાં આવ્યું છે તે તેની ચેટમાં દેખાશે. તે સમયે ઓડિયો મ્યુટ રહેશે અને વીડિયો ઓટોમેટિકલી પ્લે થશે અને ત્રણ વખત લૂપમાં ચાલશે. કોઈ ટેપ કરતાં એ વીડિયો ફરીથી શરૂ થશે અને ઓડિયો પણ સંભળાશે. અટકાવવા માટે ફરીથી ટેપ કરો.
વીડિયો નોટ્સ જોઈ છે કે નહીં કેવી રીતે ચેક કરશો
મોકલેલી વીડિયો નોટ્સને જોઈ છે કે નહીં, તે ચેક કરવા માટે, નોટ્સને પ્રેસ કરીને રાખો. ખુલેલી વિન્ડોમાં મોર ઓપ્શન પર ક્લિક કરો, અને ત્યારબાદ ઇન્ફો પર ક્લિક કરો. ગ્રુપમાં તમે આ જોઈ શકશો, અને પર્સનલ ચેટ માટે રીડ રિસિપ્ટ ઓન હોવી જરૂરી છે.