વોટ્સએપ દ્વારા એક નવું ફીચર લાવવામાં આવી રહ્યું છે. આ ફીચરની લાંબા સમયથી રાહ જોવાઈ રહી હતી. એવું માનવામાં આવે છે કે કંપની આ અઠવાડિયે આ ફીચર રજૂ કરી શકે છે.વોટ્સએપના આગામી ફીચર્સને તબક્કાવાર રોલઆઉટ કરવામાં આવશે. આવી સ્થિતિમાં, ભારતમાં નવાં ફીચરને લાવવામાં થોડો સમય લાગી શકે છે, પરંતુ સવાલ એ ઊભો થાય છે કે તેનાથી સામાન્ય વપરાશકર્તાઓને કેટલો ફાયદો થશે ?શું ફાયદો થશે ?
વોટ્સએપનું નવું મેસેજ ડ્રાફટ ફીચર ગૂગલનાં જીમેલ જેવું હશે. આ ફીચરની મદદથી અધૂરાં મેસેજને ડ્રાફટ કરવામાં આવશે. મતલબ કે તમારે એક જ મેસેજ વારંવાર લખવો પડશે નહીં. વપરાશકર્તાઓ અગાઉ લખેલાં સંદેશાઓમાં સુધારા કરીને મોકલી શકશે.
પહેલાં ઘણી વખત તમે મેસેજ ટાઈપ કરતાં હો અને પછી કોઈ કામ માટે બીજી એપ ઓપન કરતાં તો તે કારણે તમારો મેસેજ ડીલીટ થઈ જતો હતો. પરંતુ નવાં મેસેજ ડ્રાફટ ફીચર ખૂબ જ સુવિધાજનક હશે.કેવી રીતે કામ કરશે
મેસેજ ડ્રાફટ ફીચર :- જ્યારે તમે વોટ્સએપ પર મેસેજ ટાઇપ કરો છો, પરંતુ તેને મોકલતાં નથી, તો હવે વોટ્સએપ બોલ્ડ ગ્રીન લેવલની મદદથી આવી ચેટને હાઇલાઇટ કરશે. ઉપરાંત, ડ્રાફટ મેસેજ મોકલવા અંગે વોટ્સએપ દ્વારા એલર્ટ પણ મોકલવામાં આવશે, જેથી તમે કોઈ અધૂરો મેસેજ ચૂકશો નહીં.
લીસ્ટમાંથી ડ્રાફટ ચેટને હટાવી શકાશે આ ફીચરને વધુ યુઝર્સ ફ્રેન્ડલી બનાવવા માટે, અનસેન્ડ ચેટ્સ આપમેળે ડ્રાફટમાં મોકલવામાં આવશે. ઉપરાંત, આવી ડ્રાફટ ચેટ્સ ટોચ પર સૂચિબદ્ધ કરવામાં આવશે, જેથી જ્યારે પણ તમે વોટ્સએપને સ્ક્રોલ કરશો તો પહેલાં તમને ડ્રાફટ ચેટ દેખાશે.
આ રીતે તમે અધૂરી ચેટ પર ફરીથી જઈ શકશો. ઉપરાંત, જો તમે તેને મોકલવા નથી માંગતાં, તો તમે તેને ડ્રાફટ સૂચિમાંથી દૂર કરી શકો છો. આ સુવિધા વૈશ્વિક સ્તરે રોલઆઉટ કરવામાં આવી રહી છે, જે હાલમાં તમામ વપરાશકર્તાઓ માટે ઉપલબ્ધ છે.