Saturday, December 14, 2024
HomeFeatureવાંકાનેરના રેલ્વે સ્ટેશનથી લુણાસરિયા તરફ જતા રેલ્વે ટ્રેક પર અજાણ્યા શખ્સની...

વાંકાનેરના રેલ્વે સ્ટેશનથી લુણાસરિયા તરફ જતા રેલ્વે ટ્રેક પર અજાણ્યા શખ્સની લાશ મળી

વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર આજરોજ સોમવારે વહેલી સવારે એક અજાણ્યા યુવાને કોઈ અગમ્ય કારણોસર ટ્રેન હેઠળ પડતું મૂકી આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવની વાંકાનેર રેલ્વે સ્ટેશને અકસ્માત મૃત્યુ નોંધ કરી મૃતકની ઓળખ મેળવવા તજવીજ શરૂ કરી છે બનાવની પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેર રેલ્વે સ્ટેશનથી લુણસરીયા તરફ જતા રેલ્વે ટ્રેક પર કિમી નં. ૬૯૮/૭ પાસે આજરોજ સવારે 3 વાગ્યાની આસપાસ ભાવનગર-ઓખા લોકલ ટ્રેન હેઠળ પડતું મૂકી એક અજાણ્યા 35 વર્ષીય ઉંમરના યુવાને આપઘાત કરી લીધો હતો, જેથી આ બનાવમાં ઉપરના ફોટોવાળા મૃતક યુવાનની ઓળખ મેળવવા રેલ્વે પોલીસના હેડ કો. ધર્મેન્દ્રસિંહ જાડેજા (મો. ૬૩૫૨૬ ૩૫૫૨૫) એ તજવીજ શરૂ કરી છે (અજય કંજીયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!