મોરબીની વિશ્વકર્મા સોસાયટી પાસે નીલકંઠ સ્કૂલ ની સામે તારીખ 21 11 2024 ના રોજ આયોજન
પુષ્પ નક્ષત્રમાં દર વખતની જેમ આં વખતે પણ તાં ૨૧.૧૧.૨૪ ને ગુરુવાર નાં રોજ સંસ્કૃતિ આર્ય ગુરુકુલમ્ રાજકોટના સહયોગથી નિ:શુલ્ક સુવર્ણપ્રાશનના ટીપાં પીવડાવવાનું આયોજન નીચે નાં સ્થળે કરેલ છે તો આપ આપના નાના બાળકો ઉંમર ૦ થી ૧૫ વર્ષ સુધીનાંને પીવડાવવા માટે પધારવા વિનતી.
તાં ૨૧.૧૧.૨૪ ને ગુરુવાર નાં રોજ પુષ્પ નક્ષત્ર હોવાથી સુવર્ણપ્રાશનના ટીપાં ફ્રી માં પીવડાવવા માટે નીચે નાં સ્થળે અને સમયે કેમ્પ રાખેલ છે.તો મોરબીની તમામ સોસાયટીનાં બાળકોને આં લાભ લેવા માટે વિનતી કરવામાં આવે છે.
આં કેમ્પ મા શ્રી ઉમિયા સિનિયર સિટીઝન કલબ મોરબી નાં સભ્યો સેવા આપશે.સ્થળ ,, વિશ્વકર્મા સોસાયટી નીલકંઠ સ્કૂલ સામે હનુમાનજી મંદિર રવાપર રોડ મોરબીસમય ,,૯.૦૦ થી ૧.૩૦વધારે માહિતી માટે મોબાઈલ નંબર ૯૪૨૭૨૧૩૯૯૯ નો સંપર્ક કરવા વિનતી.