Saturday, December 14, 2024
HomeFeatureSamsung જલદી લોન્ચ કરશે ટ્રી ફોલ્ડ ફોન, જાણો વધુ માહિતી

Samsung જલદી લોન્ચ કરશે ટ્રી ફોલ્ડ ફોન, જાણો વધુ માહિતી

Samsung Wins Patent for a Tri-Fold Smartphone: સેમસંગ જલદી માર્કેટમાં Triple Fold Smartphone એટલે કે ત્રણ ડિસ્પ્લેનો સ્માર્ટફોન લોન્ચ કરશે. જો કે અત્યાર સુધીમાં બે સ્ક્રીન આવતી હતી. જાણકારી અનુસાર આ ફોનમાં ટેબ્લેટ જેવી ફીલ મળશે.

Samsung Triple Fold Smartphone: સેમસંગ જલદી ત્રણ વખત ફોલ્ડ થાય એવો દમદાર સ્માર્ટફોન લોન્ચ કરશે. દક્ષિણ કોરિયાની કંપની લાંબા સમયથી એના ફોલ્ડેબલ ફોનને લઈને તૈયારી કરે છે.

ગયા મહિને Huawei એ દુનિયાનો પહેલો ટ્રિપલ ફોલ્ડેબલ સ્માર્ટફોન લોન્ચ કરીને બધાને ચોંકાવી દીધા હતા. માનવામાં આવે છે કે સેમસંગનો આ ટ્રિપલ ફોલ્ડેબલ સ્માર્ટફોન Huawei કરતા અનેક રીતે અલગ હશે. સેમસંગના આ ફોનમાં પેટન્ટથી આ જાણકારી પ્રાપ્ત થઈ છે. આમ, તમે સેમસંગ લવર્સ છો અને તમારું બજેટ વધારે છે તો તમે આ ફોન વિશે જાણી લો.

સેમસંગ લાંબા સમયથી એના ટ્રી ફોલ્ડ સ્માર્ટફોનની તૈયારી કરે છે. US પેટન્ટ એન્ડ ટ્રેડમાર્ક ઓફિસે સેમસંગને આ ફોનની પેટન્ટ એક્સેપ્ટ કરી છે. કંપની લગભગ 3 વર્ષ એટલે કે 2021 થી આ ફોનની પેટન્ટ દાખલ કરી હતી જેને હવે 5 નવેમ્બર 2024ના રોજ એપ્રુવલ મળી છે.

આ ફોન ફ્લેક્સિબલ ફર્મ ફેક્ટર પર બેસ્ડ હશે. પેટન્ટમાં કંપનીએ આ ફોનની ત્રણ ડિસ્પ્લે એરિયામાં ડિફાઇન કર્યો છે.ફોનને ત્રણ વાર ફોલ્ડ કર્યા પછી ઉપરના ભાગે સ્ટેટિક ડિસ્પ્લેને ડિફાઇન કરી છે. બંધ થતી બંને સ્ક્રીન ફોન ફોલ્ડ થયા પછી કામ નહીં કરે. જ્યારે તમે ફોનને અનફોલ્ડ કરશો ત્યારે બંને સ્ક્રીન મળીને એક મોટી સ્ક્રીનમાં કન્વર્ટ થશે. ત્રણ ફોલ્ડ ઓપન કરીને આ ફોન આ એક ટેબ્લેટની જેમ કામ કરશે. પેટન્ટ અનુસાર આમાં બે હિંજ લાગેલા હશે જેના સહારે ફોનની સ્ક્રીન તમે ફોલ્ડ કરી શકશો.

સેમસંગના આ ફોલ્ડેબલ સ્માર્ટફોનમાં પણ Galaxy S-Pen સપોર્ટ મળશે. કંપની આમાં મલ્ટીપલ ઇનપુટ મોડ આપી શકે છે. જોકે સેમસંગના આ ટ્રિપલ ફોલ્ડેબલ ફોનની ડિસ્પ્લેની સાઇઝ શું હશે અને એમાં કયુ પ્રોસેસર હશે એ જાણકારી કોઈ મળી શકી નથી.

Huawei નો ટ્રિપલ ફોલ્ડેબલ ફોનHuawei Mate XT Ultimate ટ્રિપલ ફોલ્ડેબલ ફોનની ડિઝાઇન જેવો હોઈ શકે છે. આટલું જ નહીં, ફોનનું ફર્મ ફેક્ટર પણ Huawei ના ફોનની જેમ હોઈ શકે છે.

ફોનના ટેકનીક ફીચર્સ વિશે કોઈ જાણકારી પ્રાપ્ત થઈ નથી. Huawei નો આ ફોન 6.40 ઇંચના પ્રાયમરી ડિસ્પ્લેની સાથે આવે છે. ફોનની ત્રીજી વાર ફોલ્ડ કરીને ડિસ્પ્લેની સાઇઝ 10.2 ઇંચ છે. આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે LTPO OLED પેનલથી બન્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!