મોરબી નગરપાલિકા દ્વારા મનોરંજન કર ગ્રાન્ટમાંથી મહાજન ચોક- ચિત્રકૂટ ટૉકીઝ- અમૂલ પાર્લર- સુપર ટોકીઝ સુધી નવો સી. સી. રોડ બનાવવાનું પ્લાનિંગ કરવામાં આવ્યું છે. તેથી આ સમગ્ર માર્ગ પરના વાહનવ્યવહારને અન્ય રોડ પર ડાયવર્ઝન આપવું જરૂરી જણાય છે.
તેથી જિલ્લા મેજિસ્ટ્રેટ શ્રી કે. બી. ઝવેરી, મોરબી દ્વારા ગુજરાત પોલીસ અધિનિયમ- ૧૯૫૧ ની કલમ- ૩૩ (૧) અનુસાર તેમણે મળેલી સતાની રૂએ સ્ટેપ બાય સ્ટેપ રોટેશન દ્વારા રોડ બનાવવાની કામગીરી માટે મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ પરથી વાહનોની અવર જવર કરવા પર આગામી તારીખ ૧૦/૦૧/૨૦૨૫ સુધી પ્રતિબંધાત્મક જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
ઉક્ત પ્રતિબંધાત્મક જાહેરનામામાં જણાવ્યા અનુસાર મહાજન ચોક- ચિત્રકૂટ ટોકીઝ- અમુલ પાર્લર રોડ પર જતા વાહન વ્યવહારને મહાજન ચોક- નવયુગ ગારમેન્ટસ- મહેંદ્રપરા મેઇન રોડ- તેની પેટા શેરીઓ અને અન્ય માર્ગનો ડાયવર્ઝન તરીકે ઉપયોગ કરવાનો રહેશે. આ હુકમનો ભંગ કરનારી વ્યક્તિ ગુજરાત પોલીસ અધિનિયમની કલમ- ૧૯૫૧ ની કલમ- ૧૩૧ હેઠળ શિક્ષને પાત્ર બનશે.