ગુજરાત પોલીસ તાલીમ અકાદમી કારઈ ખાતે ગુજરાત રાજ્યના પોલીસ વડા વિકાસ સહાયે કોન્સ્ટેબલથી લઈને ઉચ્ચ કક્ષાના પોલીસ અધિકારીઓને સંબોધન કર્યું હતું.
જેમાં રાજ્યના DGPએ બોપલની ઘટનાને લઈને તમામ પોલીસ અધિકારી-કર્મીઓને કડડ સૂચના આપતા કહ્યું કે, ‘કોઈ ગુનાઈત પ્રવૃતિ કરશે તો…’રાજયના પોલીસ વડાએ શું કહ્યું?
બોપલમાં વિદ્યાર્થીની હત્યાને લઈને રાજયના પોલીસ વડા વિકાસ સહાય તમામ પોલીસ અધિકારી સહિત પોલીસકર્મીને કડક સૂચના આપતી કહ્યું કે, ‘રાજ્યની કોઈપણ પોલીસ આ પ્રકારની ગુનાહિત પ્રવૃતિ કરશે અથવા તેની સંડોવણી જણાશે તો ચલાવી લેવામાં આવી નહી. જનતા ગુજરાત પોલીસના નામને સન્માન આપી છે,
આ નામ બદનામ થાય તેવું કોઈપણ કૃત્ય પોલીસ કરશે તો કાયદેસરની કાર્યવાહી કરાશે અને ગુનાહિત પ્રવૃતિ સાથે સંકળાયેલા લોકો સામે તાત્કાલિક ધોરણે કડક પગલા લેવાશે.’
બોપલમાં વિદ્યાર્થીની હત્યા મામલે પોલીસ વડાએ મૃતકના પિતા સાથે વાત કરીબોપલમાં માઈકાના એક વિદ્યાર્થીની પોલીસકર્મીએ હત્યાના કરી હોવાના ઘટના સર્જાઈ હતી. આ મામલે વિકાસ સહાયે મૃતક યુવકના પિતા પંકજભાઈ જૈન સાથે ટેલિફોનિક વાત કરી શોક વ્યક્ત કર્યો હતો.
આ સાથે વિકાસ સહાયે કહ્યું કે, આરોપી ભલે એક પોલીસકર્મી હોય, પરંતુ તેની સામે ગુજરાત પોલીસ એક આરોપી તરીકે વર્તન રાખીને કાયદેસરની કાર્યવાહી કરાશે. આ સાથે વિદ્યાર્થીના પરિવારને ઝડપી અને સચોટ ન્યાયની ખાતરી વિકાસ સહાયે આપી.