6ઠ્ઠા પગાર પંચ અનુસાર, પગાર મેળવનારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ વર્તમાન 239 ટકાથી વધારીને 246 ટકા કરી દેવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગૂ થશે. મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે.
કેન્દ્ર સરકારે મોંઘવારી ભથ્થામાં વધારાની જાહેરાત કરી છે. આ વધારો તે કેન્દ્રીય કર્મચારીઓ અને સ્વાયત્ત સંસ્થાઓના કર્મચારીઓ માટે લાગૂ થશે, જેમને 5માં અને 6માં પગારપંચ અનુસાર પગાર મળી રહ્યો છે. આ વિશે નાણા મંત્રાલયના જાહેર સાહસોના વિભાગે 7 નવેમ્બર 2024ના રોજ ઓફિસ મેમોરેન્ડમ બહાર પાડ્યું છે.
6ઠ્ઠા પગાર પંચ હેઠળ ડીએના નવા દરો- 6ઠ્ઠા પગાર પંચ અનુસાર, પગાર મેળવનારા કર્મચારીઓ માટે મોંઘવારી ભથ્થુ વર્તમાન 239 ટકાથી વધારીને 246 ટકા કરી દેવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગૂ થશે. મોંઘવારી ભથ્થામાં 7 ટકાનો વધારો 6ઠ્ઠા પગાર પંચ હેઠળ કરવામાં આવ્યો છે. ઉદાહરણ તરીકે જો કોઈ કર્મચારીનો બેસિક પગાર 43,000 રૂપિયા છે, તો પહેલા 239 ટકા DA હેઠળ તેને 1,02,770 રૂપિયા મળતા હતા. નવા દર 246 ટકા અનુસાર હવે તેનો ડીએ વધીને 1,05,780 રૂપિયા થઈ જશે. એટલે કે પગારમાં સીધો 3,000 રૂપિયાનો માસિક વધારો થશે
5માં પગારપંચ હેઠળ DAના નવા દર- 5માં પગાર પંચના અનુસાર, પગાર મેળવનારા કર્મચારીઓનું મોંઘવારી ભથ્થું વર્તમાન 443 ટકાથી વધારીને 455 ટકા કરી દેવામાં આવ્યું છે. તે પણ 1 જુલાઈથી લાગૂ થશે. એટલે કે ડીએમાં સીધો 12 ટકાનો વધારો કરવામાં આવ્યો છે.
7માં પગાર પંચ હેઠળ ડીએના નવા દરો- 7માં પગાર પંચ હેઠળ પગાર મેળવનારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 50 ટકાથી વધારીને 53 ટકા કરી દેવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગૂ થઈ ગયો છે.
7માં પગાર પંચ હેઠળ ડીએના નવા દરો- 7માં પગાર પંચ હેઠળ પગાર મેળવનારા કેન્દ્રીય કર્મચારીઓ અને પેન્શનર્સ માટે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહતને 50 ટકાથી વધારીને 53 ટકા કરી દેવામાં આવ્યું છે. આ વધારો 1 જુલાઈ 2024થી લાગૂ થઈ ગયો છે.