Saturday, December 14, 2024
HomeFeaturePMJAY હેઠળ ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓએ હેમોડાયાલિસિસની સારવાર લીધી છે: બીજા ક્રમે...

PMJAY હેઠળ ગુજરાતમાં સૌથી વધુ દર્દીઓએ હેમોડાયાલિસિસની સારવાર લીધી છે: બીજા ક્રમે એન્જીયોગ્રાફી

કેગના રીપોર્ટમાં PMJAY હેઠળ ગેરરીતિનો પર્દાફાશ થયો હતો

અનેક હોસ્પિટલો આ પ્રકારની પ્રવૃત્તિમાં સામેલ હોવાનું પણ બહાર આવ્યું હતું: સરકાર દંડ લઇને સંતોષ માને છે

2023માં કેગ દ્વારા PMJAY યોજનાનો ઑડિટ રીપોર્ટ બહારપાડવામાં આવ્યો હતો, જેમાં આ યોજનાના અમલીકરણમાં અનેક ગેરરીતિઓ તરફ ઑડિટરે ધ્યાન દોર્યું છે

ઑડિટ રીપોર્ટ પ્રમાણે ગુજરાત રાજ્યમાં પણ આ યોજનાના અમલીકરણ માટે અનેક ગેરરીતિઓ જોવા મળી હતી. જેમકે, આ યોજનામાં સૂચિબદ્ધ હોસ્પિટલમાંથી ઘણી હોસ્પિટલોએ એક અથવા બીજી રીતે ગેરરીતિ કરી હોવાનું બહાર આવ્યું હતું. ગેરરીતિ બદલ આ હોસ્પિટલોને દંડ પણ થયો હતો.

રીપોર્ટ પ્રમાણે નવેમ્બર 2022 સુધીની સ્થિતિ પ્રમાણે ગુજરાતમાં કુલ રૂ. 3507.72 કરોડની સહાય ચુકવાઈ છે, જેમાં 14 લાખ 12 હજાર 311 કેસનો સમાવેશ થાય છે. જ્યારે આ સમય સુધી 533.79 રૂપિયા અને 118673 કેસની સહાય ચુકવવાની બાકી હતી.

જાન્યુઆરી 2021થી માર્ચ 2021 દરમિયાન ઑડિટર્સે ગુજરાતની અલગઅલગ 50 હોસ્પિટલની મુલાકાત લીધી હતી. જેમાં જાણવા મળ્યું હતું કે હોસ્પિટલોએ ક્ષમતા કરતાં વધુ દર્દીઓની સારવાર કરી છે.

ઑડિટ રીપોર્ટ પ્રમાણે આ 50 હોસ્પિટલ્સમાં કુલ બેડની સંખ્યા 2552 છે. જેની સામે અલગઅલગ તારીખોમાં 5217 દરદીઓ સારવાર લઈ રહ્યા હતા. દાખલા તરીકે સુરેન્દ્રનગરની મેડીકો મલ્ટીસ્પેશ્યાલિટી હોસ્પિટલની 8મી માર્ચ 2021ના દિવસે જ્યારે ઑડિટર્સે સુરેન્દ્રનગરની એક ખાનગી હોસ્પિટલની મુલાકાત લીધી ત્યારે ત્યાં ઉપલબ્ધ 34 બેડની સામે 97 દરદીઓ કાગળ પર સારવાર લઈ રહ્યા હતા.

ગુજરાતમાં PMJAY યોજનાના એવાં કેસ કે જેમાં દરદીઓ એક જ સમયે કાગળ ઉપર એકથી વધુ હોસ્પિટલમાં દાખલ હોય તેવા દેશભરના કુલ 78,396 કેસમાંથી લગભગ 27 ટકા એટલે કે 21,514 માત્ર ગુજરાતમાં છે.

ઑડિટરની આ નોંધ સામે નેશનલ હેલ્થ ઑથોરિટી (NHA)એ પોતાનો જવાબ આપતા કહ્યું હતું કે આ માટેના કારણોમાં ડાયાલિસીસ, કિમોથેરાપી, કેટરેક્ટ જેવા ડે કેર ટ્રીટમેન્ટના દરદીઓ છે. જોકે ઑડિટરના આ આંકડામાં ડે-કેર દર્દીઓનો સમાવેશ થતો નથી.

કેગ રીપોર્ટમાં નોંધાયું છે કે ગુજરાતમાં 302 વિવિધ હોસ્પિટલ્સમાં દેશમાં સૌથી વધુ 13,860 દર્દીઓ એવાં હતા કે જેમનું ઍડમિશન એક જ સમય દરમિયાન એક થી વધુ હોસ્પિટલમાં નજરે પડ્યું હતું. 13,860 દરદીઓમાં 8,424 પુરુષ અને 5,436 મહીલા છે.

CAG રિપોર્ટ

“આ યોજના અંતર્ગત દરદીને કે તેનાં સગાંને તો ક્યારેય ખબર પડતી જ નથી કે ખરેખર સરકારે તેમના માટે કુલ કેટલી રકમ જે-તે હોસ્પિટલને ચૂકવી છે.”

“હું માનું છું કે એક તરફ જો આખી પ્રક્રીયા ઓનલાઇન હોય, અને તેમ છતાંય આ પ્રકારની ગેરરીતિ સામે આવી હોય તો તેનો સીધો અર્થ એ થાય છે કે આ આખી પ્રક્રીયામાં સરકારી તંત્ર, કે જે દર્દીની સારવારને માન્યતા આપે છે, તે લોકો ક્યાંક આમાં સામેલ હોઈ શકે.”

 “સામાન્ય રીતે કોઈ પણ લાભાર્થીની તમામ વિગત, તેની ટ્રીટમેન્ટ, કેવી દવા આપવામાં આવી રહી છે, કઈ સર્જરી થઈ છે, તેને કઈ-કઈ દવાની જરૂર પડી શકે, તે તમામ વિગત PMJAYના અધિકારીઓ સુધી પહોંચે છે.”

“હું માનું છું કે આ વિગતો ત્યારબાદ અમુક અધિકારીઓની સાંઠગાંઠવાળી બીજી હોસ્પીટલને આપવામાં આવે છે અને ત્યાં પણ તે જ પ્રકારની ટ્રીટમેન્ટ વગેરે બતાવીને તે જ સમય દરમિયાન તે દરદીનાં બિલ મૂકીને તે હોસ્પિટલ પણ આ રકમ ચાર્જ કરી લેતી હોય છે. આ આખી પ્રક્રીયા સરકારી અધિકારીઓ અને હોસ્પિટલની સાંઠગાંઠ વગર શક્ય નથી.”

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!