Saturday, December 14, 2024
HomeFeatureટેકનોલોજીમાં નવી અજાયબી : 12 ઈંચની ડિસ્પ્લે 18 ઈંચ સુધી ખેંચી શકાશે

ટેકનોલોજીમાં નવી અજાયબી : 12 ઈંચની ડિસ્પ્લે 18 ઈંચ સુધી ખેંચી શકાશે

એલજીએ વિશ્વની પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજુ કરી

એલજીએ ડિસ્પ્લે ટેક્નોલોજીમાં અજાયબી કરી બતાવી છે. દક્ષિણ કોરિયન બ્રાન્ડે વિશ્વની પ્રથમ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે રજૂ કરી છે, જેને તમે ટુવાલની જેમ સ્ક્વિઝ કરી શકો છો. કંપનીએ આ ડિસ્પ્લેનો પ્રોટોટાઈપ જાહેર કર્યો છે. જેથી તેણે ફોલ્ડેબલ ડિસ્પ્લે બનાવતી અગ્રણી કંપની સેમસંગનું ટેન્શન વધાર્યું છે.

એલજી દાવો કરે છે કે, આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ઇમેજની ગુણવત્તાને બગાડ્યા વગર પોતાની સાઇઝના 50 ટકા સુધી સ્ટ્રેચ થઈ શકે છે. કંપની પોતાના આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લેના પ્રોટોટાઇપને રજૂ કરતી વખતે કહ્યું છે કે, તે 12-ઇંચની ડિસ્પ્લે છે, જેને ખેંચીને 18 ઇંચ સુધી કરી શકાય છે અને તે 100 પિક્સલ પ્રતિ ઇંચનું રિઝોલ્યુશન જાળવી શકે છે. આ પહેલા પણ, કંપનીએ 2022માં તેના સ્ટ્રેચેબલ ડિસ્પ્લેમાંથી એક પ્રોટોટાઇપનું પ્રદર્શન કર્યું હતું.

કંપનીનો દાવો છે કે, આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે સંપૂર્ણપણે યુનિક છે, જેને અલ્ટીમેટ ડિસ્પ્લે ટેક્નોલોજી કહી શકાય છે. અન્ય ફ્લેક્સિબલ ડિસ્પ્લેની જેમ, તેને માત્ર બેંડ અથવા ફોલ્ડ જ કરી શકાતું નથી, પરંતુ તમે તેને ટુવાલની જેમ ટ્વિસ્ટ અને સ્ટ્રેચ પણ કરી શકો છો.

એલજીની આ ફ્લેક્સિબલ ડિસ્પ્લે માઈક્રો એલઇડીથી બનેલી છે, જેને સતત 10 હજાર વખત સ્ટ્રેચ કરી શકાય છે. આ સિવાય એવો પણ દાવો કરવામાં આવ્યો છે કે, આ ડિસ્પ્લે અત્યંત ટેમ્પરેચરમાં પણ કામ કરે છે.

આ પ્રોટોટાઇપ રજૂ કરતી વખતે, કંપનીએ તેની ઘણી સુવિધાઓ વિશે પણ જણાવ્યું છે. આ ડિસ્પ્લેને ટચ જેસ્ચરથી કંટ્રોલ કરી શકાય છે. એટલું જ નહીં, તમે તેને તમારા હાથમાં પણ પહેરી શકો છો.

એલજીની આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લે ખૂબ જ પાતળી છે અને તેનું વજન પણ ઘણું ઓછું છે. કંપની પોતાની આ સ્ટ્રેચેબલ ડિસ્પ્લેને ઓટોમોટિવ, વિયરેબલ સેક્ટર સહિત અન્ય ઉદ્યોગો માટે ડિઝાઇન કરી રહી છે. LGના આ ફ્લેક્સિબલ ડિસ્પ્લેનો ઉપયોગ ભવિષ્યમાં લોન્ચ થનારા ઘણા ફ્લેગશિપ સ્માર્ટફોન, ટેબલેટ અથવા પહેરી શકાય તેવા ડિવાઇઝમાં થઈ શકે છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!