Saturday, December 14, 2024
HomeFeatureમોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે

મોરબી જિલ્લાના પશુપાલકો પશુઓ માટે રાજ્યવ્યાપી સઘન ખસીકરણ યોજનાનો લાભ મેળવી શકશે

આ યોજના હેઠળ વ્યક્તિગત પશુપાલકો તથા પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળા, પાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓને નર વાછરડાને ક્લોસ મેથડ (Burdizo Castrator) અને ઓપન મેથડ (Surgical Method) થી ખસીકરણ કરાવવા બદલ પ્રતિ પશુ નર વાછરડા માટે રૂ.૫૦૦/- ની સહાય મળવાપાત્ર રહેશે.

આ યોજનાનો લાભ લેવા ઈચ્છુક પશુપાલક મિત્રો અને પશુઓને નિભાવતી સંસ્થાઓ જેમ કે ગૌશાળા, પાંજરાપોળ તેમજ અન્ય સેવાભાવી સંસ્થાઓએ આઈ ખેડૂત પોર્ટલ https://ikhedut.gujarat.gov.in/iKhedutPublicScheme/ આ લિંક પર જઈને ઓનલાઈન અરજી કરવાની રહેશે.

આ ઘટક અંતર્ગત પુનઃ લાભ મેળવવા માટે ઓછામાં ઓછી ૦૧ વર્ષની સમય મર્યાદા છે. એટલે કે એક વખત અરજી કર્યા બાદ ૦૧ વર્ષ બાદ ફરીથી અરજી કરી શકાય છે.

હાલમાં આ યોજના અંતર્ગત ઓનલાઈન અરજી સ્વીકારવાનું ચાલુ છે. તેથી આગામી તારીખ ૧૫/૧૧/૨૦૨૪ સુધીમાં ઓનલાઈન અરજી તાત્કાલિક ધોરણે કરવાની રહે છે.

ઓનલાઈન અરજી કરતી વખતે બારકોડેડ રેશનકાર્ડ, સરકાર માન્ય ફોટાવાળા ઓળખપત્રની નકલ જેમ કે મતદાર ઓળખ કાર્ડ, ડ્રાઈવિંગ લાઈસન્સ, કિસાન ક્રેડિટ કાર્ડ, બચત ખાતા બેન્ક પાસબુક અથવા રદ કરેલ ચેકની નકલ, સંસ્થાના રજિસ્ટ્રેશન નંબરની નકલ કે સર્ટિફિકેટ સાથે જોડવાનું રહેશે. ફક્ત દિવ્યાંગ કેટેગરીના લાભાર્થીઓએ જ સક્ષમ અધિકારીશ્રીનું દિવ્યાંગ હોવા અંગેના પ્રમાણપત્રની નકલ સાથે જોડવાની રહેશે.

આ અંગે વધુ માહિતી મેળવવા માટે નાયબ પશુપાલન નિયામકશ્રીની કચેરી, પશુપાલન શાખા, જિલ્લા પંચાયત ભવન, મોરબી ખાતે રૂબરૂ સંપર્ક સાધી શકાશે. આ યોજના હેઠળ મહત્તમ લાભાર્થીઓ લાભ મેળવવા અંગે અરજી કરે તેમ મદદનીશ પશુપાલન નિયામકશ્રી, વેટરનરી પોલીક્લિનિક, મોરબી દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!