ભારતે કેનેડા પ્રત્યે કડક વલણ અપનાવ્યા બાદ આખરે કેનેડામાં સુધારો આવ્યો છે. જેમા ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાને કેનેડાની પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે આ મામલે હજુ કેનેડાની સરકાર કે ત્યાની પોલીસે કોઈ જાણકારી નથી આપી.
ભારતે કડક વલણ અપનાવ્યા બાદ કેનેડાના વડાપ્રધાન જસ્ટિન ટ્રુડોમાં સુધારો આવ્યો હોય તેવું લાગી રહ્યું છે. થોડાક દિવસ પહેલા બ્રેમ્પટન મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો. જેમાં જે ખાલિસ્તાની આતંકી દ્વારા મંદિર પર હુમલો કરવામાં આવ્યો હતો તેની કેનેડા પોલીસે ધરપકડ કરી લીધી છે. કેનેડાની પોલીસે ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લાની ધરપકડ કરી છે. જેની ભારત લાંબા સમયથી માગ કરી રહ્યું હતું. અગાઉ પણ ટ્રુડોએ માન્યું હતું કે ખાલિસ્તાની તેમના દેશ માટે સમસ્યા છે.
સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ 27 અને 28 ઓક્ટોબરે કેનેડામાં શૂટઆઉટ થયું હતું. જેમાં ખાલિસ્તાની આતંકી અર્શ ડલ્લા પણ સામેલ હતો તેવી માહિતી સામે આવી હતી. ત્યારબાદ પોલીસ દ્વારા તેને ઝડપી પાડવામાં આવ્યો છે. જોકે અર્શ ડલ્લાની ધરપકડની કોઈ પ્રકારની માહિતી કેનેડાની પોલીસ કે સરકારે નથી આપી, પરંતુ સુરક્ષા એજન્સીઓ આ ખબરને લઈને વધારે જાણકારી પ્રાપ્ત કરી રહી છે.
2 આરોપીઓની ફાયરિંગના કેસમાં ધરપકડ
ભારતની સુરક્ષા એજન્સીઓના સૂત્રોના જણાવ્યા પ્રમાણે અર્શ ડલ્લા તેની પત્ની સાથે કેનેડામાં રહે છે. કેનેડાની એજન્સીઓના મુજબ હાલ્ટન રીજનલ પોલીસ સર્વિસ સોમવારે સવારે મિલ્ટનમાં થયેલી ગોળીબારીની તપાસ કરી રહી હતી. જેમાં હૉલ્ટન હિલ્સના એક 25 વર્ષિય યુવક અને એક સરે બીસીના 28 વર્ષીય યુવક પર ગોળી ચલાવાનો આરોપ છે. બંનેની ધરપકડ કરવામાં આવી છે. જોકે ન તો તેમના નામ જાહેર કરવામાં આવ્યા છે કે ન તો તેમની ઓળખ કરવામાં આવી છે.
જોકે આ સમગ્ર મામલે હવે શંકા વધુ ઉંડી થતી જાય છે કે શું અર્શ ડલ્લાને સાચેમાં કેનેડા પોલીસ છુપાવી રહી છે કે શું? કારણ કે ભારતની સુરક્ષા એજન્સીઓ પાસે એવી ઘણી જાણકારી છે કે જેમાં અર્શ ડલ્લા લાંબા સમયથી કેનેડામાં રહી રહ્યો છે અને ખાલિસ્તાની આતંકીઓ સાથે પણ તેની લીંક છે. આપને જણાવી દઈએ કે અર્શ ડલ્લા ખાલિસ્તાની ટાઈગર ફોર્સનો કાર્યવાહક પ્રમુખ હતો અને એવું પણ માનવામાં આવી રહ્યું છે કે હરદીપ સિંહ નિજ્જરની હત્યા બાદ તે આ આતંકી સમૂહનો ઉત્તરાધિકારી રહેતો