એક ખુબ જ પોપુલર ઈન્સ્ટન્ટ મેસેજિંગ એપ છે, જેનો ઉપયોગ લોકો પોતાના દોસ્તો, પરિવારના સભ્યો અને ઓફિસમાં સાથે કામ કરનાર લોકોની સાથે વાત કરવા માટે કરે છે. આ પોતાના મિત્રો સાથે કનેક્ટ કરવાનો સૌથી સરળ રીત છે. કંપની પણ પોતાના યૂઝર્સની ચેટને મઝેદાર બનાવવા માટે ઘણા ફીચર્સ આપે છે. પરંતુ અમુક લોકો આ એપનો ઉપયોગ ખોટી જાણકારી અને ફેક તસવીરો ફેલાવવા માટે પણ કરે છે. અમુક લોકો એપ પર AIનો ઉપયોગ કરીને બનાવવામાં આવેલી ફેક તસવીરો પણ શેર કરે છે.
WhatsApp નું નવું ફીચર
આ સમસ્યામાંથી છૂટકારો મેળવવા માટે વોટ્સએપ એક નવું ફીચર લાવવાની તૈયારી કરી રહ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર્સ કોઈ પણ તસવીરની હકીકત સરળતાથી જાણી શકશે. એટલે કે વોટ્સએપ છોડ્યા વિના તમે જાણી શકશો કે કોઈ તસવીર અસલી છે કે નકલી.
કેવી રીતે કામ કરશે વોટ્સએપનું નવું ફીચર?
વોટ્સએપના એન્ડ્રોઈંડ બીટા વર્ઝનમાં હાલમાં ‘Search on web’ નામના એક નવું ફીચર જોડવામાં આવ્યું છે. આ ફીચરની મદદથી યૂઝર Google Lens નો ઉપયોગ કરીને કોઈ પણ તસવીરની રિવર્સ ઈમેજ સર્ચ કરી શકે છે. આવું કરવા માટે યૂઝરને તે તસવીર પર ટેપ કરવાનું રહેશે, જે ફોટાની તપાસ કરવા માંગે છે. પછી જમણી બાજુ ખૂણામાં ત્રણ ડોટ્સ પર ક્લિક કરવાનું રહેશે. તેનાથી યૂઝર્સને બ્રાઉઝર ખોલવાની કે Google Lens એપ ચલાવવાની જરૂર પડશે નહીં.
ક્યારે આવશે આ ફીચર?
જોકે, આ નવું ફીચર માત્ર વોટ્સએપના બીટા વર્ઝનમાં અમુક સિલેક્ટેટ યૂઝર્સ માટે ઉપલબ્ધ છે. એટલા માટે, તમામ યૂઝર્સ માટે તેણે રોલ આઉટ થવામાં થોડો સમય લાગી શકે છે. હાલમાં વોટ્સએપે બે નવા ફીચર્સ પણ લોન્ચ કર્યા હતા. આ ફીચર યૂઝર્સને વોટ્સએપમાં જ કોન્ટેક્ટ્સ સેવ કરવાની સુવિધા આપે છે. જ્યારે બીજું ફીચર ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝની જેમ સ્ટેટ્સમાં લોકોને મેંશન કરવાની સુવિધા આપે છે.