વર્તમાન કપાસ સિઝન 2024-25માં ઈઈઈં દ્વારા કપાસની ખરીદી શરૂૂ કરવામાં આવી છે. કપાસના ખેડૂતોના હિતની રક્ષા કરવા માટે, સીસીઆઈએ શાખા કચેરીના રાજકોટ અધિકારક્ષેત્ર હેઠળના 12 જિલ્લાઓમાં 42 ખરીદ કેન્દ્રો ખોલ્યા છે. વધુ વિગત માટે ખેડૂતો કોટ-એલી મોબાઈલ એપ(ઈજ્ઞિિંં-અહહુ ળજ્ઞબશહય ફાા) ડાઉનલોડ કરી શકે છે. કપાસના ખેડૂતોની નોંધણી કે જેઓ તેની પેદાશો સીસીઆઈને લઘુત્તમ ટેકાના ભાવે (ખજઙ) વેચવા ઈચ્છે છે તેમની નોંધણી કપાસની સિઝનમાં માન્ય આધાર નંબરના આધારે ચાલુ રહેશે.
અન્ય બાબતોની સાથે, ગુણવત્તાના માપદંડોમાંનું એક એવું નિર્ધારિત કરે છે.
જો ભેજનું પ્રમાણ 8% થી વધુ ન હોય, તો ઈઈઈં કપાસના ખેડૂતોને સંપૂર્ણ ખજઙ કિંમત ચૂકવશે. પરંતુ જો ભેજનું પ્રમાણ 8% થી વધુ હોય પણ 12% થી વધુ ન હોય, તો ઈઈઈં 8% થી વધુ ભેજની પ્રમાણસર કપાત સાથે ખજઙ કિંમત ચૂકવશે.તેથી , કપાસના તમામ ખેડૂતોને સૂકાયા પછી કપાસ લાવવાની અપીલ કરે છે, જેથી વધુ પડતા ભેજને કારણે કોઈ કપાત કરવાની જરૂૂર ન પડે. જો કે, કોઈપણ સંજોગોમાં કપાસમાં 12% થી વધુ ભેજ પ્રમાણ ન હોવો જોઈએ. વધુ કોઈપણ માહિતી માટે, ખેડૂતો શાખા કચેરીનો પણ સંપર્ક કરી શકે છે તેમ કોટન કોર્પોરેશન ઓફ ઇન્ડિયાના રાજકોટ કચેરીની યાદીમાં જણાવાયુ છે.