Saturday, December 14, 2024
HomeFeatureઅનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવી શકશે; ૧,૨૦,૦૦૦ ની...

અનુસૂચિત જાતિના લોકો ડો. આંબેડકર આવાસ યોજનાનો લાભ મેળવી શકશે; ૧,૨૦,૦૦૦ ની સહાય મળવાપાત્ર

વર્ષ ૨૦૨૪-૨૫ માટે આવાસ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન અરજી કરવી

અનુસૂચિત જાતિના લોકોને સરકાર દ્વારા ડો. આંબેડકર આવાસ યોજના હેઠળ આવાસ પૂરા પાડવામાં આવે છે, ત્યારે વર્ષ ૨૦૨૪-૨૫ દરમિયાન આ યોજનાનો લાભ લેવા મોરબી જિલ્લાના અનુસૂચિત જાતિના લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે.

અનુસૂચિત જાતિના નબળી આર્થિક સ્થિતી ધરાવતાં અને ખાસ કરીને ગરીબી રેખા નીચે જીવતા ઘરવિહોણા લોકોને સમયબદ્ધ કાર્યક્રમ રૂપે તબક્કાવાર આવાસ પૂરા પાડવાનો સરકાર નો હેતુ છે. જે વ્યક્તિઓ ખુલ્લો પ્લોટ ધરાવતા હોય, તદ્દન કાચું ગાર માટીનું, ઘાસપૂળાનું, કુબા ટાઈપનું મકાન કે જે રહેઠાણ યોગ્ય ન હોય તેવું મકાન ધરાવનાર તથા મકાનની માલિકની સંમતિથી પ્રથમ માળ ઉપર મકાન બાંધવા માટે રૂ. ૧,૨૦,૦૦૦ ત્રણ હપ્તામાં સહાય મળવાપાત્ર છે. જે અન્વયે નાણાકીય વર્ષ:-૨૦૨૪-૨૫ દરમિયાન આ યોજનાનો લાભ મેળવતા માંગતા હોય તેવા અરજદારોએ https://esamajkalyan.gujarat.gov.in/ પર ઓનલાઇન ફોર્મ ભરીને અરજી કરવાની રહેશે.

આ પોર્ટલ ઉપર ઉપલબ્ધ માર્ગદર્શક સુચનાઓ મુજબ જરૂરી સાધનિક કાગળો અરજદારોએ ઓનલાઈન સબમીટ કરવાના રહેશે. વધુ માહિતી માટે રૂમ નં.૨૧૭, સમાજ કલ્યાણ શાખા, જિલ્લા પંચાયત, મોરબી ખાતે સંપર્ક કરવાનો રહેશે તેવું જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી જિલ્લા પંચાયત મોરબી ની યાદીમાં જણાવ્યું છે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!