૩૧/૧૦/૨૦૨૪,ગુરૂવારને દિવાળીની સાંજે ઉદધાટન
મોરબી માં દરબારગઢ ચોક માં, તા.૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવાર થી તા.૦૩/૧૧૨૦૨૪ રવિવાર ચાર દિવસ સુધી શ્રી શ્રી સાર્વજનીક મહાકાલી પુજા કમીટી ગ્રુપ દ્વારા છેલ્લા ૧૯ વર્ષની જેમ આ વખતે ૨૦માં વર્ષે પણ કાલીપુજા મહાઉત્સવનું દિવ્ય,અદભુત અને ભવ્ય આયોજન કરવામાં આવશે. પ્રમુખ તપનભાઈ સુભાષભાઈ શાસમલ અને તમામ કમીટી મેમ્બર્સ દ્વારા કાલીપુજા પંડાલનું અનોખુ આયોજન કરવામાં આવ્યું છે.
માં કાલીની દક્ષિણેશ્વરી સ્વરૂપની ભવ્ય મૂર્તિ શ્રીમતિ મિનૌતિબેન દિપકભાઈ હાજરા દ્વારા અર્પણ કરવામાં આવેલ છે.તા.૩૧/૧૦/૨૦૨૪ ગુરૂવારના રોજ માન. ડો.જયંતિભાઈ એસ. ભાડેશીયા(M.S અને સંઘપ્રમુખ) ના શુભ હસ્તે રાત્રે ૭–૧૫ થી ૮–૧૫ વાગ્યા દરમ્યાન કાલીપુજા પંડાલનું ઉદધાટન રીબીન કટ કરી અને તૈયારબાદ દિપમાલા પ્રજવલીત કરીને પુજાનો ભવ્ય શુભ આરંભ કરવામાં આવશે.
બપોરે આરતી નો સમય : રોજ બપોરે ૧૨-૩૦ થી ૧-૩૦ વાગ્યા સુધી રાત્રે મહા આરતી નો સમય : રોજ રાત્રે ૯-૩૦ થી ૧૦–૩૦ વાગ્યા સુધીરાત્રે મહા આરતી પછી : ખીચડી મહા પ્રસાદનું આયોજન કરવામાં આવેલ છે.
વિર્સજન યાત્રા : તા.૦૩/૧૧/૨૦૨૪ રવિવાર સાંજે ૫ વાગ્યે દરબાર ગઢ થીકાલીપુજા બંગાલ માં જ નહી પરંતુ સંપુર્ણ દેશમાં પણ ધામ ઘુમથી ઉજવવામાં આવે છે ચાર દિવસ ચાલતા આ ઉત્સવમાં પુજા,સ્થાપના,ચંડી પાઠ, પુષ્પાજંલી,મહાઆરતી,ખીચડી મહાપ્રસાદ,મયાર ચંડીથ, ઢોલ, મહાઆરતી, વરણ,સિંધુરખેલા અને વિર્સજન જેવા અનેક કાર્યક્રમો પણ ઉજવવામાં આવે છે.અને તા.૦૩/૧૧/૨૦૨૪ના દિવસે કાલીપુજાનું ભવ્ય વિર્સજન કરવામાં આવશે.જે મોહિતભાઈ રાવલની યાદીમાં જણાવવામાં આવે છે.
માં કાલી સત્ય અને ન્યાયના દેવી છે ન્યાય અને ભકતોની રક્ષા માટે માંકાલી એ રકતબીજ,ધૂમ્રલોચન,શુભ-નિશુભં,સહીત અનેક અસુરોનો સંહાર કર્યો છે અને ધર્મ,સત્ય અને ન્યાયની સ્થાપના કરી છે. આ શુભ અવસરનો લાભ લેવા મોરબીની તમામ જાહેર જનતાને ભાવભર્યુ અને હૃદયપુર્વક આમંત્રણ તમામ કમીટી મેમ્બર્સ અને આયોજક તરફથી પાઠવવામાં આવે છે. કાલીપુજાને લગતી કોઇપણ માહિતી જાણકારી કે પ્રશ્ન માટે મોહિતભાઈ(કાર્તિક) રાવલ નો Mo.7990215099 પર સંપર્ક કરી શકો છો.