Wednesday, January 15, 2025
HomeFeatureમોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ગુજરાત દીપોત્સવી અંક...

મોરબી જિલ્લા માહિતી કચેરી દ્વારા જિલ્લા વહીવટી તંત્રના અધિકારીઓને ગુજરાત દીપોત્સવી અંક અર્પણ કરાયો

આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા માહિતી કચેરી મોરબીના સહાયક માહિતી નિયામક પારૂલબેન આડેસરા, માહિતી મદદનીશ જે.કે.મહેતા, ઓપરેટર બી.વી.ફૂલતરીયા, ફોટોગ્રાફર પ્રવીણ સનાળીયા અને સેવક અજય મુછડીયાએ જિલ્લા વહીવટી તંત્રના વિવિધ અધિકારીગણ અને નામાંકિત લોકોને ગુજરાત દીપોત્સવી અંક વર્ષ ૨૦૨૪ સાદર અર્પણ કર્યો હતો.

આ અંકમાં કવિતાઓ, ગદ્ય અને પદ્ય રચનાઓ, વિશેષ લેખો, વાર્તાઓ, નવલકથાનો રસથાળ આપણા ગુજરાતના માનીતા વાચકો સમક્ષ પ્રસ્તુત કરવામાં આવ્યો છે.

માહિતી નિયામક ની કચેરી, ગાંધીનગર દ્વારા અને રાજ્ય સરકારશ્રીના માર્ગદર્શન અનુસાર દર વર્ષે દીપોત્સવી અંક બહાર પાડવામાં આવે છે. તેમજ માહિતી વિભાગ દ્વારા દર વર્ષે ૧૦૦ કરતાં વધુ માહિતી પુસ્તિકાઓ, પેમ્ફલેટસ, ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર સાપ્તાહિક, THE GUJARAT MAGAZINE ENGLISH EDITION, સરકારની વિવિધ કલ્યાણલક્ષી યોજનાઓ આપતા પુસ્તકો અને અનેકવિધ પ્રકારના સાહિત્યનું લોકોને નિઃશુલ્ક વિતરણ કરવામાં આવે છે.

આ તકે જિલ્લા ક્લેક્ટર કે.બી.ઝવેરી, જિલ્લા વિકાસ અધિકારી જે.એસ.પ્રજાપતિ, જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ ત્રિપાઠી અને જિલ્લા ગ્રામ વિકાસ એજન્સીના નિયામક એન.એસ.ગઢવીએ આ પ્રકારના પ્રયાસની સરાહના કરી હતી.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!