Tuesday, January 14, 2025
HomeFeatureજિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

જિલ્લા કલેકટર કે.બી.ઝવેરીની ઉપસ્થિતિમાં રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા

વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના માર્ગદર્શન અનુસાર સમગ્ર દેશમાં રાષ્ટ્રીય એકતા દિવસની ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે. આપણા લોખંડી પુરુષ અને મહાન સ્વાતંત્ર્ય સેનાની એવા સરદાર વલ્લભભાઈ પટેલની જન્મજયંતિ નિમિતે દર વર્ષે રન ફોર યુનિટી, શપથ ગ્રહણ, સ્પોર્ટસ એક્ટિવિટી જેવા અનેક કાર્યક્રમોનું ભવ્ય આયોજન થઈ રહ્યું છે.

જેના ભાગરૂપે આજરોજ તારીખ ૩૦ ઓક્ટોબરના રોજ જિલ્લા કલેકટર કચેરી ખાતે રાષ્ટ્રીય એકતા દિવસ નિમિતે કર્મયોગીઓએ શપથ ગ્રહણ કર્યા હતા. જેમાં ભારતની એકતા અને અખંડિતતા જાળવવાના સૌએ શપથ ગ્રહણ કર્યા હતા.

ઉકત કાર્યક્રમમાં જિલ્લા કલેકટર કે.બી.ઝવેરી, નાયબ કલેકટર દુદકીયા, મોરબી પ્રાંત અધિકારી સુશીલ પરમાર, જિલ્લા પુરવઠા અધિકારી સંદીપ વર્મા, તમામ શાખાના જે- તે સંબંધિત અધિકારીગણ અને કર્મચારીઓ હાજર રહ્યા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!