Tuesday, March 25, 2025
HomeFeatureઘર બેઠા જ મળશે જન્મ અને મરણનું પ્રમાણ પત્ર, અમિત શાહે એપ...

ઘર બેઠા જ મળશે જન્મ અને મરણનું પ્રમાણ પત્ર, અમિત શાહે એપ લોન્ચ કરી

જન્મ અને મૃત્યુના 21 દિવસની અંદર આ એપ પર રેકોર્ડ ઓનલાઈન દાખલ કરવાનો રહેશે

કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહના હસ્તે સિવિલ રજિસ્ટ્રેશન સિસ્ટમ મોબાઇલ એપ્લિકેશન શરૂૂ કરવામાં આવી છે.. આ એપ જન્મ અને મૃત્યુની નોંધણી સાથે પ્રમાણપત્રોની ઈલેક્ટ્રોનિક ડિલિવરીની સમગ્ર પ્રક્રિયાને સરળ અને ઝડપી બનાવશે. આ એપ લોન્ચ થવાથી કોઈ પણ વ્યક્તિએ વારંવાર ઓફિસમાં જવું પડશે નહીં.સેન્સેસ ઈન્ડિયા 2021 એ તેના ડ હેન્ડલ પરથી એક વિડિયો બહાર પાડ્યો છે

જેમાં જણાવવામાં આવ્યું છે કે આ એપમાં કોઈ કેવી રીતે નોંધણી કરાવી શકે છે. આ પોર્ટલ દ્વારા, લોકો માટે જન્મ અને મૃત્યુનું પ્રમાણપત્ર મેળવવાનું સરળ બનશે.કોઈપણ વ્યક્તિના જન્મ અને મૃત્યુના 21 દિવસની અંદર આ એપ પર રેકોર્ડ ઓનલાઈન દાખલ કરવાનો રહેશે. રેકોર્ડ રજિસ્ટ્રાર ઓફિસ સુધી પહોંચશે અને વેરિફિકેશન બાદ પ્રમાણપત્ર ઓનલાઈન ઉપલબ્ધ થશે. કોઈપણ વ્યક્તિ ગમે ત્યાં બેસીને તેનો ઉપયોગ કરી શકે છે અને તેનું કામ સરળ બનાવી શકે છે

આ પોર્ટલની સૌથી મહત્વની બાબત એ છે કે વ્યક્તિ જન્મ અને મૃત્યુ સંબંધિત પ્રમાણપત્રોમાં છેતરપિંડીથી સુરક્ષિત રહેશે. જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ નહીં કરે તો 21 દિવસ પછી વસૂલવામાં આવેલી લેટ ફી માટેનો રસીદ નંબર દાખલ કરવાનો રહેશે, ત્યારબાદ જ પ્રક્રિયા આગળ વધી શકશે.

જો કોઈ વ્યક્તિ 21 દિવસની અંદર રેકોર્ડ ફાઇલ કરે છે, તો તેણે કોઈ ફી ચૂકવવાની રહેશે નહીં.જ્યારે 21 દિવસથી વધુ એટલે કે 22 થી 30 સુધી 2 રૂૂપિયા ચૂકવવાના રહેશે અને 31 દિવસથી એક વર્ષ સુધી 5 રૂૂપિયા લેટ ફી ચૂકવવી પડશે. આ સાથે જૂના પ્રમાણપત્રો માટે 10 રૂૂપિયાની ફી નક્કી કરવામાં આવી છે. ખાનગી હોસ્પિટલો પણ આ એપ પર જન્મ અને મૃત્યુના રેકોર્ડની નોંધણી કરી શકશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!