Sunday, March 23, 2025
HomeFeatureવાંકાનેર: અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા અનામી દાતા ના સહયોગથી મીઠાઈનું વિતરણ...

વાંકાનેર: અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ દ્વારા અનામી દાતા ના સહયોગથી મીઠાઈનું વિતરણ કરી દિવાળીની સાર્થક ઉજવણી

દિવાળી પર્વ ની સાર્થક ઉજવણી જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વિતરણ કરીને ઉજવવામાં આવી.આજરોજ અજરામર એક્ટિવ અસોર્ટ ગ્રુપ વાંકાનેરના બેનર હેઠળ એક ખાસ અને માનવંતા અનામી દાતા શ્રી દ્વારા 250ગ્રામ અલગ અલગ મીઠાઈ ના 100 બોક્ષ નું વિતરણ AAA ગ્રુપના સભ્યો દ્વારા અલગ અલગ સ્થળોએ કરવામાં આવ્યું.

આ વિતરણ માં ખાલી ઝૂપડા માં જ રહેતા બાળકો અને તેમના પરિવારને જ નહિ પરંતુ ફુગ્ગા વેચવાવાળાથી લઈને કચરો વીણતાં તમામ બાળકો અને તેમના પરિવારો સુધી એક એક બાળકને મીઠાઈ મળે તે રીતે વિતરણ કરવામાં આવી હતી જેમાં ગ્રુપ સભ્ય ધવલભાઈ મહેતાના 5 વર્ષના નાના દીકરાના હસ્તે મીઠાઈ વિતરણ કરવામાં આવી જેમાંથી તેને પણ એક પ્રેરણા મળી હતી અને ખૂબ આનંદ અને ઉલ્લાસની લાગણી જોવા મળી હતી આ તકે દાતા શ્રી તેમજ AAA GROUP ના તમામ સભ્યો દ્વારા ગરીબ બાળકો અને તેમના પરિવારો પણ દિવાળી ઉજવી સકે તેવો પ્રયાસ કરવામાં આવ્યો હતો જે ખરેખર બિરદાવવાને લાયક હતો. (રિપોર્ટ: અજય કાંજિયા)

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!