Sunday, March 23, 2025
HomeFeatureઅંબાજી જતા ભક્તો માટે ખાસ, દિવાળી નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં કરાયો...

અંબાજી જતા ભક્તો માટે ખાસ, દિવાળી નિમિત્તે દર્શન અને આરતીના સમયમાં કરાયો ફેરફાર

જિલ્લામાં અંબાજી મંદિરે દર વર્ષની જેમ આ વર્ષે પણ દિવાળી પર્વ પર લાખોની સંખ્યામાં માઈ ભક્તો માતાજીના દર્શનાર્થે આવી રહ્યા છે. ત્યારે અંબાજી ટ્રસ્ટ દ્વારા મા અંબાજીના મંદિરમાં દિવાળી તેમ જ નૂતન વર્ષના દિવસે આરતીનો અને દર્શનનો સમય જાહેર કરાયો છે.

બનાસકાંઠા જિલ્લામાં અરવલ્લીની ગિરિમાળાઓ વચ્ચે બિરાજમાન સુપ્રસિદ્ધ યાત્રાધામ મા અંબાના મંદિરે લાખોની સંખ્યામાં માઈ ભક્તો દર્શનાર્થે આવતા હોય છે. આ અંબાજી મંદિરે દર વર્ષે નવરાત્રી પર તેમજ દિવાળી પર્વ પર મોટી સંખ્યામાં ભક્તો મા અંબાના દર્શને આવતા હોય છે. જેથી અંબાજી ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થે આવતા ભક્તો માટે દર્શન અને આરતી માટેના સમયમાં ફેરફાર કરવામાં આવતા હોય છે. ત્યારે આ વર્ષે દિવાળી અને નૂતન વર્ષના દિવસ પર અંબાજી ટ્રસ્ટ દ્વારા આરતી અને દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે.

શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા જણાવ્યું હતું કે, આગામી દિવાળી તેમજ નૂતન વર્ષના દિવસો દરમ્યાન આરતી-દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે. આગામી તારીખ 2 નવેમ્બર શનિવાર કારતક સુદ એકમના રોજ આરતીનો સમય સવારે 6 થી 6.30 રહેશે, દર્શનનો સમય સવારે 6.30 થી 11.30 નો રહેશે. માતાજીનો રાજભોગ બપોરે -12 કલાકે, બપોરે 12.30 થી 16.15 સુધીનો સમય દર્શનનો રહેશે, સાંજે આરતીનો સમય 6.30 થી 7 તથા સાંજે દર્શન 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનો સમય રહેશે.

તા. 03 નવેમ્બર કારતક સુદ બીજથી તા. 06 નવેમ્બર કારતક સુદ પાંચમ સુધી આરતીનો સમય સવારે 6.30 થી 7 વાગ્યાનો રહેશે, દર્શનનો સમય સવારે 7 થી 11.30નો રહેશે, રાજભોગ બપોરે -12 કલાકે, બપોરે દર્શન 12.30 થી 4.16 સુધીનો રહેશે, સાંજે આરતીનો સમય 6.30 થી 7 તથા સાંજે દર્શન 7 વાગ્યાથી રાતે 9 વાગ્યા સુધીનો સમય રહેશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!