વડોદરા ગુજરાતનું સાંસ્કૃતિક પાટનગર તો છે જ અને ભવિષ્યમાં તે એવિએશન મેન્યુફેક્ચરિંગ એટલે કે વિમાનો બનાવવાનું હબ બનવાનું છે તેમ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે વડોદરામાં ટાટા-એરબસના સી-295 વિમાનો બનાવવા માટેના એરક્રાફ્ટ કોમ્પ્લેક્ષના ઉદઘાટન સમારોહમાં કહ્યું હતું.

આ એરક્રાફટ કોમ્પ્લેક્સનું પીએમ મોદી અને સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાન્ચેઝના હસ્તે ઉદઘાટન થયું હતું.એ પછી આમંત્રિતોને સંબોધન કરતા પીએમ મોદીએ કહ્યું હતું કે, સી-295 એરક્રાફટ બનાવવાની ફેકટરી ભારતના નવા વર્ક કલ્ચરનું પ્રતિબિંબ છે.બે વર્ષમોં આ પ્લાન્ટ બનીને તૈયાર છે. કોઈ પણ પ્રોજેકટના પ્લાનિંગમાં અને તેના અમલમાં બિન જરુરી વિલંબ ના થવો જોઈએ તેવું મારુ માનવું રહ્યું છે.

વડોદરામાં રેલવે કોચ બનાવવાની ફેકટરી પણ આ જ રીતે રેકોર્ડ બ્રેક સમયમાં ઉભી થઈ હતી અને ત્યાં બનતા કોચની વિદેશમાં આયાત થાય છે.તે જ રીતે વડોદરામાં બનનારા વિમાનો પણ બીજા દેશોમાં એક્સપોર્ટ થશે.એક સ્પેનિશ કવિને ટાંકીને પીએમ મોદીએ કહ્યું હતું કે, લક્ષ્ય સુધી પહોંચવા માટે એક ડગલુ ભરીએ છે તો રસ્તા આપોઆપ બનવા માંડે છે.

છેલ્લા એક દાયકામાં લેવાયેલા નિર્ણયોથી દેશમાં સંરક્ષણ ઉત્પાદનને પ્રોત્સાહન મળી રહ્યું છે.ખાનગી કંપનીઓ માટે દરવાજા ખોલવામાં આવ્યા છે અને પબ્લિક સેકટરની કંપનીઓને વધારે કાર્યક્ષમ બનાવવામાં આવી છે.દક્ષિણ ભારતમાં બે ડિફેન્સ કોરિડોર બનાવાયા છે.સંરક્ષણ ક્ષેત્રમાં ભારતની એક્સપોર્ટમાં 30 ગણો વધારો થયો છે.સરકારના પ્રોત્સાહનના કારણે ડિફેન્સ સેકટરમાં 1000 સ્ટાર્ટ અપ ઉભા થયા છે

આજે દુનિયાના 100થી વધારે દેશોને ભારતમાંથી હથિયારો અને પાર્ટસની નિકાસ કરવામાં આવે છે.વડોદરાના સી-295 પ્રોજેકટ માટેના 18000 પાર્ટસ ભારતમાં જ બનવાના છે.આ પાર્ટ નાના અને મધ્યમકદના ઉદ્યોગો બનાવશે.તેનાથી ઉદ્યોગોને વેગ મળશે. તેમણે આગળ કહ્યું હતું કે, ભારતમાં નાગરિક ઉડ્ડયન ક્ષેત્રનો પણ વિકાસ થઈ રહ્યો છે.નાના શહેરો વિમાની સેવાઓથી જોડાઈ રહ્યા છે.ભારતની કંપનીઓએ 1200 એરક્રાફટ ઓર્ડર કર્યા છે.વડોદરાની આ ફેકટરીની નાગરિક ઉડ્ડયનના વિમાનો બનાવવામાં મહત્વની ભૂમિકા હશે.વડોદરા પાસે ફાર્મા, એન્જિનિયરિંગ, કેમિકલ ક્ષેત્રની ઘણા ઉદ્યોગો છે અને વડોદરા એવિએશન મેન્યુફેકચરિંગનુ હબ બનશે.

સ્પેનના વડાપ્રધાન પેડ્રો સાંચેઝે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રગતિશીલ નેતૃત્વની પ્રશંસા કરવાની સાથે જણાવ્યું કે પસી 295 એરક્રાફટ ઉત્પાદનનો પ્રોજેક્ટ ઇન્ડસ્ટ્રિયલ એક્સેલન્સનું પ્રતીક છે અને આ પ્રોજેક્ટથી ભારત-સ્પેનની મિત્રતા વધુ મજબૂત બની છે. હવે ભવિષ્યમાં ભારત સાથે ટેકનોલોજી ટ્રાન્સફરના દ્વાર પણ ખૂલશે. એટલું જ નહીં, આ ઔદ્યોગિક સહયોગથી ઇજનેરો અને ટેક્નિશિયનોની તાલીમ અને ઘડતરના દ્વાર ખુલ્યા છે. સ્પેનમાં ભારતીય અને ભારતમાં સ્પેનિશ કંપનીઓ વધી રહી છે. તેનાથી રોજગારી સર્જન અને સંશોધનને વેગ મળ્યો છે.

આ પ્રોજેક્ટ એમએસએમઇ ના વિકાસને વેગ આપશે.મધ્યમ અને લઘુ ઉદ્યોગોને ખૂબ અગત્યના ગણાવતા સાંચેઝે જણાવ્યું કે નઅમારા દેશમાં 99 ટકા કંપનીઓ એમએસએમઇ છે અને દેશના વિકાસમાં તેમનું ખૂબ યોગદાન છે. ભારત – સ્પેનના સંગીત સહિતના સાંસ્કૃતિક સંબંધોનો ઉલ્લેખ કરવાની સાથે તેમણે ભારતીય સંગીતકાર પંડિત રવિશંકરને અને સ્પેનિશ ગિટાર અને ભારતીય સિતાર વચ્ચેની એકરૂૂપતાનો ખાસ ઉલ્લેખ કર્યો હતો.વડાપ્રધાને ફાધર વાલેસને યાદ કર્યાપીએમ મોદીએ ગુજરાતના જાણીતા સાહિત્યકાર ફાધર વાલેસનો ઉલ્લેખ કરતા કહ્યું હતું કે, 75 વર્ષ પહેલા સ્પેનથી આવેલા ફાધર કાર્લોસ ગુજરાતમાં વસ્યા હતા.તેમણે પોતાના કાર્યોથી ગુજરાતને સમૃધ્ધ કર્યું હતું.

તેમના યોગદાનનું ભારતે પદ્મશ્રી એવોર્ડથી નવાજીને સન્માન કર્યું હતું.ગુજરાતના લોકો તેમને ફાધર વાલેસ તરીકે ઓળખતા હતા.તેમના પુસ્તકો ગુજરાતને તેમણે આપેલી વિરાસતનું ઉદાહરણ છે.ફૂટબોલ, ફૂડ અને ફિલ્મો ભારત અને સ્પેનના લોકોને જોડે છેનરેન્દ્ર મોદીએ સ્પેનના વડાપ્રધાનની હાજરીમાં કહ્યું હતું કે, ફૂડ, ફિલ્મ અને ફૂટબોલ ભારત અને સ્પેનના લોકોને જોડે છે.સ્પેનની ફૂટબોલ ટીમના ભારતમાં પણ બહુું મોટો ચાહક વર્ગ છે.બે દિવસ પહેલા બાર્સેલોના અને રિયલ મેડ્રિડ વચ્ચે રમાયેલી મેચની ભારતમાં પણ ભારે ચર્ચા હતી.બંને દેશોના સબંધોને મજબૂત બનાવવા માટે 2026ના વર્ષને ભારત અને સ્પેનના ટુરિઝમ, ક્લ્ચરલ યર તરીકે ઉજવવામાં આવશે.






