મોરબી જિલ્લામાં આવેલી વિવિધ સરકારી કચેરીઓ, ભવનોમાં દરરોજ સ્વચ્છતા હી સેવા અભિયાનના ભાગરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે નવા જિલ્લા સેવા સદનમાં સ્થિત જિલ્લા ઉદ્યોગ કેન્દ્રમાં ફાઈલ વર્ગીકરણ, પસ્તી નિકાલ, ફર્નિચર સફાઈ અને સંપૂર્ણ કચેરીની સફાઈ કરવામાં આવી હતી.
આ સફાઈ ઝુંબેશમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્રના મેનેજેર આર.એમ. જે.બી.ધામી, એસ.એન.ચારણ, ડી.એન.રેણુકા, પી.ડી.પટેલ, એમ.એ.નળિયાપરા, ટી.આર.ભેંસદડિયા, નવીન વાણિયાએ ભાગ લીધો હતો.