Monday, February 10, 2025
HomeFeatureમોરબી જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

મોરબી જલારામ મંદિરે વિનામૂલ્યે નેત્રમણી-નેત્ર યજ્ઞ કેમ્પ યોજાયો

સમગ્ર ગુજરાતની નંબર 1 આંખની હોસ્પીટલ શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ-રાજકોટ, શ્રી જલારામ પ્રાર્થના મંદિર-મોરબી તથા આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદ-મોરબી દ્વારા સર્વજ્ઞાતિય વિનામુલ્યે નેત્રમણી-નેત્રયજ્ઞ કેમ્પ દર મહીનાની 4 તારીખે શહેરના શ્રી જલારામ પ્રાર્થના મંદિર, અયોધ્યાપુરી રોડ, મોરબી ખાતે યોજાશે. જે અંતર્ગત તા.4-11-2024 સોમવારના રોજ સવારે 9 થી 12 કલાક દરમિયાન મોરબી શ્રી લોહાણા વિદ્યાર્થી ભવનના ટ્રસ્ટી, શ્રી જલારામ જન્મોત્સવ સમિતીના વર્ષ 2024ના પ્રમુખ વિનોદભાઈ રામજીભાઈ બારા પરિવારના સહયોગથી કેમ્પ યોજાશે.

જેમા શ્રી રણછોડદાસજી બાપુ ચેરીટેબલ હોસ્પીટલ ના ડો.બળવંતભાઈ,ડો.સુદામા, હેમુભાઈ પરમાર, નિલેશભાઈ રાઠોડ દ્વારા આંખના દર્દીઓની તપાસ કરવા મા આવશે.તેમજ અત્યાધુનિક ફેકો મશીન દ્વારા ટાંકા વગરનુ સારામાં સારા સોફ્ટ ફોલ્ડેબલ લેન્સ (નેત્ર મણી) સાથે વિનામુલ્યે ઓપરેશન કરવામાં આવશે.

ઓપરેશન માટે રાજકોટ જવા-આવવાની વ્યવસ્થા તથા રહેવા, જમવા, ચા-પાણી, નાસ્તો, ચશ્મા, ટીપા વગેરે સુવિધા વિનામુલ્યે સંસ્થા દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે.દર મહીનાની 4 તારીખે આ કેમ્પ યોજાશે. કેમ્પ નો લાભ લેવા માટે એડવાન્સ બુકીંગની કોઈ આવશ્યતા નથી. કેમ્પમાં તપાસ માટે દર્દીનું આધાર કાર્ડ સાથે રાખવુ અનિવાર્ય છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગત 37 માસ દરમિયાન યોજાયેલ કેમ્પમાં કુલ 11060 લોકો એ લાભ લીધો હતો તેમજ 4951 લોકોના વિનામુલ્યે નેત્રમણી ના સફળ ઓપરેશન થયા હતા.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!