ગુજરાતમાં વધતા જતાં સાયબર ક્રાઇમ સામે હવે રાજ્ય સરકારને ખાસ એક્શન પ્લાન તૈયાર કર્યો છે. એક તરફ સાયબર ક્રીમીનલ સામેના કાનુન વધુ મજબૂત બનાવીને આ પ્રકારના ક્રીમીનલોમાં આકરી જેલ સજા થાય તે નિશ્ચિત કરશે.તો બીજી તરફ સાયબર ક્રાઇમ અટકાવવા અને તેના કેસોના નિકાલ માટે તેમજ નાણાંકીય રીકવરી ઝડપી બને તે માટે ખાસ નિષ્ણાંતોની ટીમ અને આધુનિક ટેકનોલોજી સાથે સાયબર સોફટવેર સેન્ટર પણ તૈયાર કરવામાં આવશે.

ગુજરાતમાં તેની સમૃધ્ધિ વધતાં સાયબર ક્રિમીનલો માટે તે એક ટાર્ગેટ બની ગયો છે અને ખાસ કરીને વ્યકિત રીતે ફ્રોડ વધુ થાય છે. હાલ ગુજરાત પોલીસની સાયબર ક્રાઇમ બ્રાન્ચ આ પ્રકારના ફ્રોડમાં અપરાધીઓની ઝડપથી ઓળખ થાય અને નાણાંકીય રીકવરી પણ થઇ શકે તે માટે કાર્ય કરી રહી છે.

પરંતુ તેમાં હવે જેમ સાયબર ક્રિમીનલ વધુ આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરે છે અને ચપળતાથી અપરાધને અંજામ આપે છે તેની સામે કામ લેવા હવે સરકાર ખાસ સાયબર ક્રિમીનલ સામે વોર રૂમ ઉભો કરશે. અને વધુ ટેકનીકલ ટીમ અને સ્પેશ્યાલીસ્ટ કોમ્પ્યુટર પ્રોગ્રામ પણ મેળવશે.

જેના કારણે આ પ્રકારના કેસની તપાસ વધુ ઝડપી અને સરળ બનશે.હાલ ગુજરાતમાં સાયબર ક્રાઇમ માટે કોઇ કાનુન નથી. છેતરપીંડી અને ઠગાઇ જેવા કાનુનના આધારે ક્રિમીનલો સામે કામ કરે છે. પરંતુ સાયબર ક્રિમીનલ સતત આધુનિક બનતા જાય છે અને હવે તે ઓર્ગેનાઇઝ ગુનાખોરી પણ બની ગઇ છે.

જ્યારે સાયબર ક્રાઇમનો ભોગ બનતા બહુ ઓછા લોકો તેની પોલીસ ફરિયાદ કરે છે તેથી પોલીસ દંડ દ્વારા પણ સાયબર ક્રાઇમ સામે જાગૃતિની સાથે લોકો ઝડપથી ફરિયાદ કરે તે પણ નિશ્ચિત કરવામાં આવશે.ગુજરાતની સાયબર ક્રાઇમ સેલ ફક્ત રોજની બે ફરિયાદ મેળવે છે પરંતુ આ પ્રકારના ફ્રોડની સંખ્યા મોટી છે.

હાલમાં જ રાજ્ય પોલીસે સાયબર ફ્રોડના એક મોટા રેકેટમાં પર્દાફાશ કરીને 200 જેટલા લોકોની ધરપકડ કરી હતી અને 17 કરોડની રીકવરી કરવામાં આવી છે તથા સાયબર ક્રિમીનલ સાથે જોડાયેલા બેન્ક એકાઉન્ટ પણ ફ્રીઝ કરવામાં આવ્યા છે







