Monday, February 10, 2025
HomeFeatureમોરબી જિલ્લાની કલેકટર-પોલીસ અધિક્ષક સહિતની કચેરીઓમાં સોલાર રૂફ્ટોપ : સરકારી કચેરીઓ પણ...

મોરબી જિલ્લાની કલેકટર-પોલીસ અધિક્ષક સહિતની કચેરીઓમાં સોલાર રૂફ્ટોપ : સરકારી કચેરીઓ પણ હવે વીજ બિલ મુક્ત થવા ભણી

ગુજરાતની સરકારી કચેરીઓ પણ હવે વીજ બિલ મુક્ત થવા ભણી છે. જેનાથી આગામી સમયમાં સરકારને કરોડો રૂપિયાની બચત થશે. ગુજરાત ઉર્જા વિકાસ નિગમની પહેલથી સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ ઈન્સ્ટોલ થઈ રહી છે. સૌરાષ્ટ્રની વાત કરીએ તો જૂનાગઢમાં મહાનગર પાલિકા અને જિલ્લા પંચાયતમાં, મોરબી જિલ્લાની કલેક્ટર – એસપી સહિતની સરકારી કચેરીઓમાં સોલાર રૂફટોપ સિસ્ટમ અપનાવાઈ છે.

રાજકોટ જિલ્લા પંચાયતના નવ નિર્માણ પામી રહેલા બિલ્ડીંગમાં પણ સોલાર સોલાર રૂફટોપ સિસ્ટમ ઇન્સ્ટોલ કરાશે. રાજકોટ જિલ્લાની અગિયાર તાલુકા પંચાયતોમાંથી સાત તાલુકા પંચાયતોમાં અને અનેક ગ્રામ પંચાયતોની કચેરીઓમાં સોલાર સિસ્ટમ ઉભી કરાઇ છે.

સુર્ય આધારિત વીજળીઓનો વ્યાપ વધારવા સરકાર દ્વારા અનેક પ્રોત્સાહક યોજનાઓ શરૂ કરવામાં આવી છે. આ ઉપરાંત સરકારી કચેરીઓ, સંસ્થાઓ, મકાનો, ભવનો પર સોલર સિસ્ટમ લગાવવામાં આવે તે માટેના પ્રયાસો સરકાર દ્વારા થઇ રહયા છે. 

કચેરીની અગાસી ઉપર બેસાડેલ સોલર રૂફટોપ સિસ્ટમ્સની જરૂરિયાત મુજબ પખવાડિક-માસિક પાણીથી સાફ સફાઈ કરવાની વ્યવસ્થા કંપની દ્વારા જ કરવામાં આવી છે. સિસ્ટમ્સ કે તેનો કોઈ ભાગ ચોરી થાય કે નુકસાન થાય નહી તેની તકેદારી અને જવાબદારી લેવામાં આવશે અને મેઈન્ટેનન્સની સંપૂર્ણ જવાબદારી જે તે કંપનીની જ રહેશે. તેમજ કોઈ આકસ્મિક નુકશાન થશે.

તો તેની ભરપાઈ કચેરીએ સ્વખર્ચે કરવાની રહેશે.ગુજરાત ઉર્જા વિકાસ એજન્સી જેડા ગાંધીનગરની પૂર્વ મંજૂરી સિવાય આ સોલર સિસ્ટમમાં કોઈપણ પ્રકારના ફેરફાર કરવામાં આવશે નહીં. જો કોઈપણ ફેરફાર કરવાનો થયો તો તે સ્વખર્ચે કરવામાં આવશે. ઉત્પાદક તરફથી મેઈન્ટેનન્સના 5 વર્ષ સુધી હોવાથી લાભાર્થી તરીકે ગણાય છે અને ત્રિમાસિક અહેવાલ જરૂરી સુચન સાથે પ્રમાણિત કરી આપવામાં આવશે.

સોલર પ્રોજેકટને ગ્રીડ સાથે જોડવા માટે સ્થાનિક વીજ વિતરણ કંપની સાથે રૂ.300 ના સ્ટેમ્પ પેપર પર કરાર કે જરૂરી દસ્તાવેજો સબંધિત કચેરી દ્વારા કરી આપવામાં આવશે.

RELATED ARTICLES

Most Popular

Recent Comments

error: Content is protected !!