એબીપીએમજેવાય એટલે કે આયુષ્યમાન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજનાને લઈને વડાપ્રધાન મોદી ટુંક સમયમાં મોટી જાહેરાત કરી શકે છે. ખબર છે કે કોઈપણ આવક વર્ગના 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને યોજનામાં સામેલ કરવાની પ્રક્રિયા આવતા સપ્તાહ શરૂ થઈ શકે છે.

કેબીનેટે યોજનાના વિસ્તારને મંજુરી આપી દીધી છે. રિપોર્ટ મુજબ વડાપ્રધાન મોદી મંગળવારે યોજનાની શરૂઆત કરી શકે છે. આ યોજના અંતર્ગત 70 વર્ષ કે તેથી વધુ વયના વૃદ્ધોને 5 લાખ રૂપિયાની મફત સારવાર મળશે.

જેનો લાભ યુડબલ્યુઆઈએન એપથી લેવામાં આવશે. 70 વર્ષ કે તેથી વધુ આયુષ્ય વાળા વૃદ્ધો માટે અલગ કાર્ડ બનશે. અગાઉથી યોજનામાં સામેલ પરિવારોના વૃદ્ધોને 5 લાખ રૂપિયાનો ટોપઅપ દર વર્ષે મળશે, આ ટોપ અપનો ઉપયોગ માત્ર વૃદ્ધો જ કરી શકશે.










